IND vs WI ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલે (27 જુલાઈ) થી 3 મેચની વન-ડે સીરિઝ શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. અગાઉ રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી જીત મેળવી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 139 વનડે રમાઈ છે. ચાલો જાણીએ કે બંન્ને વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચમાં કોનું પલડુ રહ્યું છે ભારે.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 139 વનડેમાં ભારતે 70 અને વેસ્ટ ઈન્ડિઝે 63 મેચ જીતી છે. બંને વચ્ચે 2 મેચ ટાઈ રહી હતી અને 4માં કોઈ પરિણામ આવી શક્યું નથી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ કરતા આગળ છે.


ભારત છેલ્લી 8 મેચમાં હાર્યું નથી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી છેલ્લી 8 વન-ડેમાં ભારતીય ટીમે જીત મેળવી છે.  2019થી ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઇન્ડિઝ સામે હારી નથી. 2019 માં જ વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વખત ભારત સામેની વન-ડે મેચ જીતી હતી. બંને વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ભારતીય ટીમનો 119 રને વિજય થયો હતો. બંને વચ્ચેની આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી.


વિકેટકીપર શાઈ હોપ ભારત સામેની વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશીપ કરશે. રોવમેન પોવેલને વાઇસ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સિવાય કેટલાક ઈજાગ્રસ્ત ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ-સ્પિનર ​​યાનિક કારિયા અને સ્પિનર ​​ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે.


ભારતની વન-ડે ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ,  મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝની વન-ડે ટીમ


શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), એલિક અથાનાજે, યાનિક કારિયા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડેન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિંકલેયર, ઓશાને થોમસ.