India vs West Indies Dominica: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. તેની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને દાવ અને 141 રન નોંધાવ્યા હતાં. આ મેચ દરમિયાન ઘટેલી એક ઘટનાનો ભારતીય કેપ્ટન શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઈશાન કિશનને ઈનિંગ ડિકલેર કરવાનો ઈશારો કરતો જોવા મળી રહ્યો છે. ભારતે પ્રથમ દાવમાં 421 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ દાવ ડિકલેર કરવામાં આવ્યો હતો.


વાસ્તવમાં ઈશાન કિશન ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતે ડેબ્યૂ ટેસ્ટના કારણે ઈશાનને એક રન બનાવીને પેવેલિયન પરત ફરવાનું કહ્યું હતું. પરંતુ તેણે એક રન બનાવવા માટે 20 બોલ રમ્યા હતા. જેને લઈને રોહિત ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે ઈશાનને ડ્રેસિંગ રૂમમાંથી પાછા ફરવાનો ઈશારો કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 150 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં ટીમ માત્ર 130 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 421 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 387 બોલનો સામનો કર્યો હતો. આ મેરેથોન ઈનિંગમાં જયસ્વાલે 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 221 બોલમાં 103 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 10 ફોર અને 2 સિક્સ સામેલ હતી.


હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી રમાશે. આ મેચ ત્રિનિદાદમાં રમાશે. ત્યાર બાદ વનડે શ્રેણી શરૂ થશે. પહેલી મેચ 27 જુલાઈએ બાર્બાડોસમાં રમાશે. ત્યાર બાદ બીજી વનડે 29 જુલાઈએ અને ત્રીજી વનડે 1 ઓગસ્ટે રમાશે. ટેસ્ટ બાદ 3 ઓગસ્ટથી ટી-20 સિરીઝ શરૂ થશે.






IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ફોર ફટકારવામાં કોહલીએ કેટલા લીધા બોલ ? જાણીને નહીં થાય વિશ્વાસ


વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધી 2 વિકેટે 312 રન બનાવી લીધા છે. આ રીતે પ્રથમ દાવના આધારે ભારતીય ટીમ 162 રનથી આગળ નીકળી ગઈ છે. ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસના અંતે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી અણનમ પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલ 350 બોલમાં 143 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી 96 બોલમાં 36 રન બનાવીને ક્રિઝ પર છે. વિરાટ કોહલીએ પ્રથમ બાઉન્ડ્રી મારવા 80 બોલનો સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ પ્રથમ ફોર ફટકારવા સામાન્ય રીતે ક્યારેય આટલા બોલ લેતો નથી.


વિરાટ કોહલીએ સહેવાગને પછાડ્યો


વિરાટ કોહલી ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 8504 રન બનાવ્યા છે. ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 15921 રન છે. તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જ્યારે રાહુલ દ્રવિડ ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રાહુલ દ્રવિડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 13265 રન બનાવ્યા હતા.


https://t.me/abpasmitaofficial