IND vs WI India: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના પસંદગીકર્તા દ્વારા વન ડે અને ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવી છે. વન ડેમાં ચાર અને ટેસ્ટમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણને ટેસ્ટમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે, જ્યારે વન ડેમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવાયો છે.


વન ડે ટીમમાં કેટલા ગુજરાતી


વન ડે ટીમમાં ચાર ગુજરાતી – હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર






 


ટેસ્ટ ટીમમાં પુજારાની બાદબાકી


ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. ચેતેશ્વર પુજારાની બાદબાકી કરવામાં આવી છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની






12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -


ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.


મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો -


ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.


ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 


પહેલી ટેસ્ટ, 12-16 જુલાઇ, વિન્ડસર પાર્ક, ડૉમિનિકા ( 7.30 PM) 
બીજી ટેસ્ટ, 20-24 જુલાઇ, ક્વિન્સ પાર્ક, ઓવલ, ત્રિનિદાદ ( 7.30 PM)


વનડે સીરીઝનું શિડ્યૂલ -


પ્રથમ વનડે, 27 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM) 
બીજી વનડે, 29 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM)
ત્રીજી વનડે, 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ ( 7.00 PM)