શોધખોળ કરો

IND vs AUS: ભારતીય મહિલા ટીમનું ઐતિહાસિક પ્રદર્શન, પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં જીતી ટી20 સીરીઝ 

ભારતીય મહિલા ટીમે આ જીત સાથે ઇતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 સીરીઝ જીતી છે.

ભારતીય મહિલા ટીમે ત્રીજી અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને સીરીઝ 2-1થી જીતી લીધી. ભારતીય મહિલા ટીમે આ જીત સાથે ઇતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 સીરીઝ જીતી છે. શનિવારે એડિલેડમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે સ્મૃતિ મંધાના (82) અને જેમીમા રોડ્રિગ્સ (59) ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયા નિર્ધારિત ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શક્યું હતું. આ મેચમાં ભારત તરફથી શ્રી ચારણી અને શ્રેયંકા પાટીલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે અરુંધતી રેડ્ડીએ બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહે એક વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ

177 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શ્રેયંકા પાટીલે જ્યોર્જિયા વોલને રેણુકાના હાથે કેચ આઉટ કરાવી હતી.  તે ફક્ત 10 રન બનાવી શકી. રેણુકાએ બીજી વિકેટ લીધી. તેણે  બેથ મૂનીને પેવેલિયન પરત મોકલી.  જે ફક્ત છ રન બનાવી શકી હતી. ભારત સામેની નિર્ણાયક મેચમાં  ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે છ અન્ય બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. એલિસ પેરીએ એક, ગ્રેસ હેરિસે એક અને કેપ્ટન સોફી મોલિનેક્સે છ રન બનાવ્યા. કિમ ગાર્થ અને ડાર્સી બ્રાઉન અનુક્રમે સાત અને આઠ રન બનાવી અણનમ રહ્યા હતા.  

શરૂઆતના ઝટકા બાદ ઈનિંગ સ્થિર થઈ  

ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, શેફાલી લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શકી નહીં  અને કિમ ગાર્થે તેને આઉટ કરી. શેફાલી સાત રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે જવાબદારી સંભાળી અને એક જબરદસ્ત ભાગીદારી બનાવી. તેઓએ ભારતીય ઇનિંગને સ્થિર કરી. મંધાનાએ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી જ્યારે જેમીમાએ પણ અડધી સદી ફટકારવામાં સફળ રહી હતી.

મંધાના અને જેમીમા ઉપરાંત અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા

મંધના અને જેમીમા સિવાય ભારતીય મહિલા ટીમની અન્ય બેટ્સમેન ફ્લોપ રહ્યા અને મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.  ભારત તરફથી મંધાનાએ 55  બોલમાં સૌથી વધુ 82  રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જેમિમાએ 46  બોલમાં 59  રન બનાવી આઉટ થઈ, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. રિચા ઘોષે સાત બોલમાં 18  રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે અમનજોત કૌર અને દીપ્તિ શર્મા એક રન બનાવી આઉટ થઈ. કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવી અણનમ રહી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે બે વિકેટ લીધી, જ્યારે કિમ ગાર્થ અને મોલિનેક્સે એક-એક વિકેટ લીધી.

ભારતે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો.  ક્રાન્તિ ગૌડની જગ્યાએ  શ્રેયંકા પાટીલને તક મળી હતી.  ઓસ્ટ્રેલિયાએ પણ એક ફેરફાર કર્યો હતો નિક કેરીની જગ્યાએ ગ્રેસ હેરિસને ટીમમાં સામેલ કરી હતી. 

બંને ટીમો માટે પ્લેઇંગ ઇલેવન:

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, શ્રેયંકા પાટિલ, અરુંધતી રેડ્ડી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર.

ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જોર્જિયા  વોલ, ફોએબે લીચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર,જોર્જિયા વારેહામ, એનાબેલ સધરલેન્ડ, ગ્રેસ હૈરિસ, કિમ ગાર્થ, સોફી મોલિન્યૂક્સ(કેપ્ટન), ડાર્સી બ્રાઉન.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final 2026: અમદાવાદમાં ફરી તૂટશે 140 કરોડ દેશવાસીઓના દિલ? સેન્ટનરે ફાઇનલ પહેલા આપી મોટી ધમકી
IND vs NZ Final 2026: અમદાવાદમાં ફરી તૂટશે 140 કરોડ દેશવાસીઓના દિલ? સેન્ટનરે ફાઇનલ પહેલા આપી મોટી ધમકી
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
T20 World Cup પ્રાઈઝ મની: વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો ફાઈનલ જીતનારને કેટલા મળશે
T20 World Cup પ્રાઈઝ મની: વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો ફાઈનલ જીતનારને કેટલા મળશે
Advertisement

વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
ભારતમાં કેટલા મુસ્લિમો ઇસ્લામ છોડે છે? જાણો ધર્મ પરિવર્તનના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા મુસ્લિમો ઇસ્લામ છોડે છે? જાણો ધર્મ પરિવર્તનના ચોંકાવનારા આંકડા
Embed widget