ટકરાવા છતાં ન છોડ્યો કેચ
રવિચંદ્ર અશ્વિનના બોલ પર મેથ્યૂ વેડે હવામાં શોટ ફટકાર્યો. જે કેચ પકડવા માટે યુવા શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા એક સાથે દોડ્યા. બન્નેએ એક બીજાને જોયા નહીં. ત્યારે જાડેજા શુભમન ગિલ સાથે ટકરાઈ ગયો. તેમ છતાં જાડેજાએ કેચ છોડ્યો નહીં. આ કેચ જોઈને બધા આશ્ચર્યચકીત થઈ ગયા હતા.
સ્મિથની વિકેટ પણ લીધી
મેથ્યૂ વેડની ભારતની બીજી વિકેટ મળી જે રવિચંદ્રન અશ્વિનની પ્રથમ વિકેટ હતી. મેથ્યૂ વેડે 39 બોલરમાં ત્રણ ચોગ્ગાની મદદથી 30 રનની ઇનિંગ રમી. જ્યારે થોડી જ વારમાં અશ્વિને ભારતને સ્ટીવ સ્મિથની બીજી મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. સ્મિથ શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો.