Team India & Richard Kettleborough:  વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જોકે, અમ્પાયર રિચર્ડ કેટલબોરો ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા બની શકે છે. વાસ્તવમાં આ વર્લ્ડ કપમાં રિચર્ડ કેટલબોરોના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે. આ ઉપરાંત, ભારતની મોટી મેચોમાં અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબોરોનું હોવું ખૂબ જ અશુભ સંકેત છે. રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમ માટે કમનસીબ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને ફાઇનલમાં અમ્પાયર રિચર્ડ કેટલબોરોથી ખતરો છે.


અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબોરો હોવું ટીમ ઈન્ડિયા માટે અશુભ સંકેત 


અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબોરો છેલ્લી મોટી ICC નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાની હારના સાક્ષી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2014ની ફાઇનલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી, તે મેચમાં રિચર્ડ કેટલબોરો અમ્પાયરની ભૂમિકામાં હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ 2015ની સેમીફાઈનલમાં હારી ગઈ હતી, જેમાં રિચર્ડ કેટલબોરોએ અમ્પાયરિંગ કર્યું હતું. આ પછી ટી-20 વર્લ્ડ કપ 2016ની ફાઇનલમાં ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝના હાથે હાર મળી હતી,  ટીમ ઈન્ડિયાની તે હારના સાક્ષી પણ રિચર્ડ કેટલબોરો હતા.


 






રિચર્ડ કેટલબોરો અને ટીમ ઈન્ડિયાનું નસીબ


ભારતીય ટીમની ખરાબ કિસ્મત અને અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબરોનો સિલસિલો અહીં જ નહોતો અટક્યો. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઈનલ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. તે મેચમાં અમ્પાયર પણ રિચર્ડ કેટલબોરો હતા. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2019 સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે સમયે પણ રિચર્ડ કેટલબરો ટીમ ઈન્ડિયાની હારના સાક્ષી હતા, તે મેચમાં રિચર્ડ કેટલબોરો અમ્પાયરની ભૂમિકામાં હતા. હવે રિચર્ડ કેટલબોરો ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં અમ્પાયર બનશે, જે ભારતીય ચાહકો માટે સારા સંકેત નથી. હાલમાં બન્ને ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. આજે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરુ કરી લીધી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial