U19 World Cup: ભારતે રચ્યો ઈતિહાસ! અફઘાનિસ્તાનને હરાવી 10મી વાર ફાઈનલમાં, એરોન જ્યોર્જની સદી
રેકોર્ડ બ્રેક જીત: વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો 311 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો; ફાઈનલમાં હવે ઈંગ્લેન્ડ સામે જંગ, વૈભવ અને કેપ્ટન આયુષે પણ ખેલી શાનદાર ઈનિંગ્સ.

India vs Afghanistan U19 Semi final Highlights: ભારતીય જુનિયર ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. બુધવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી રોમાંચક સેમીફાઈનલમાં, 'ટીમ ઈન્ડિયા' (Team India) એ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને 'અંડર-19 વર્લ્ડ કપ' (U19 World Cup) ની ફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ભારતે સતત 6th વખત અને કુલ 10th વખત ફાઈનલમાં પહોંચવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
આ મેચ માત્ર જીત માટે નહીં, પરંતુ એક ઐતિહાસિક રેકોર્ડ માટે યાદ રાખવામાં આવશે. અફઘાનિસ્તાને આપેલા 311 રનના વિશાળ લક્ષ્યાંકને ભારતે માત્ર 41.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ U19 વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી સફળ અને સૌથી મોટો 'રન ચેઝ' (Highest Run Chase) છે. અગાઉ 2006 માં ન્યુઝીલેન્ડે આયર્લેન્ડ સામે 305 રન ચેઝ કર્યા હતા, જે 20 વર્ષ જૂનો રેકોર્ડ આજે ભારતે તોડી નાખ્યો છે.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની (Indian Team) શરૂઆત અત્યંત આક્રમક રહી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશી (vaibhav suryavanshi) એ મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા માત્ર 24 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે 33 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા, જેણે જીતનો પાયો નાખ્યો હતો.
વૈભવના આઉટ થયા બાદ 'મેન ઓફ ધ મેચ' (Man of the Match) એરોન જ્યોર્જે બાજી સંભાળી હતી. તેણે 104 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 115 રન બનાવીને મેચ વિનિંગ સદી ફટકારી હતી. ટીમમાં કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ જવાબદારીપૂર્વક રમતા 62 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. બીજી વિકેટ માટે એરોન અને આયુષ વચ્ચે 114 રનની ભાગીદારી થઈ હતી.
A record-extending 6⃣th title in sight 🙌
— BCCI (@BCCI) February 4, 2026
India U19 will play against England U19 in the ICC Men's Under-19 Cricket World Cup 2026 final 👏
Scorecard ▶️ https://t.co/rM2IsqevMZ#U19WorldCup pic.twitter.com/hA1NyCIVPO
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરતા અફઘાનિસ્તાને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટે 310 રન ખડક્યા હતા. તેમના તરફથી ફૈઝલ શહનોઝાદાએ 110 રન અને ઉઝૈરુલ્લાહે અણનમ 101 રન બનાવ્યા હતા. જોકે, ભારતીય બેટ્સમેનોના તોફાન સામે તેમનો આ વિશાળ સ્કોર પણ વામણો સાબિત થયો હતો.
હવે ભારતની નજર ઐતિહાસિક છઠ્ઠા વર્લ્ડ કપ ટાઈટલ (U19 World Cup) પર છે. રવિવારે રમાનારી 'ફાઈનલ' (Final) માં ભારતનો સામનો ઈંગ્લેન્ડ (England) સામે થશે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.




















