ભારતે ત્રીજી યુથ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 233 રનથી હરાવ્યું. આ સાથે ભારતીય અંડર-19 ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 3-0 થી વ્હાઇટવોશ કર્યું છે. ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 393 રન બનાવ્યા. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે સદી ફટકારી હતી. વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 160 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે શાનદાર બેટિંગ કરી, 227 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી
વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં 63 બોલમાં પોતાની સદી પૂરી કરી. વૈભવની લિસ્ટ A કારકિર્દીમાં આ બીજી સદી હતી. તેણે 74 બોલમાં 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારીને 127 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, એરોન જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવ્યા. સૂર્યવંશી અને જ્યોર્જે 227 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતા. ભારતે 25.4 ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી, જે પહેલાથી જ 227 રન બનાવી ચૂક્યું હતું. ત્યારબાદ ભારતે આગામી 148 બોલમાં 166 રન ઉમેર્યા.
ભારત તરફથી કિશન કુમાર સિંહે સૌથી વધુ વિકેટ લીધી હતી, માત્ર 4 ઓવરમાં 3 વિકેટ લીધી. મોહમ્મદ અનને પણ 2 વિકેટ લીધી. વૈભવ સૂર્યવંશીએ પણ બોલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો 2 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકાના સૂપડાસાફ
ભારતની અંડર-19 ટીમે યુથ વનડે શ્રેણી 3-0થી જીતી લીધી. પ્રથમ વનડેમાં ભારતે DLS પદ્ધતિ દ્વારા 25 રનથી જીત મેળવી. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ 24મી ઓવરમાં 246 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. હવે ભારતે ત્રીજી વનડે મેચ 233 રનથી જીતી લીધી છે.
વૈભવ સૂર્યવંશીએ આક્રમક ઈનિંગ રમી હતી
ભારત અને દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમો વચ્ચે યુવા વનડે શ્રેણી 3 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ત્રણેય વનડેમાં ભારતીય ટીમને વિજય અપાવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી યુથ વનડેમાં, તેણે એરોન જ્યોર્જ સાથે 227 રનની ઓપનિંગ ભાગીદારી કરી. વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી. તેણે 24 બોલમાં ફિફ્ટી ફટકારી, પછી 39 બોલમાં 50 રન બનાવ્યા. નવ મેચની લિસ્ટ એ કારકિર્દીમાં આ સૂર્યવંશીની બીજી સદી છે. પોતાના પ્રભાવશાળી ફોર્મને ચાલુ રાખતા, તેણે માત્ર 63 બોલમાં પોતાની સદી પૂરી કરી.