India vs Bangladesh win without maiden over: કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ઘણા કારણોસર ઐતિહાસિક હતી. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા, પરંતુ છેલ્લા બે દિવસમાં ભારત એવી રીતે રમ્યું કે, લાગ્યું જ નહીં કાનપુરમાં ટેસ્ટ મેચ રમી રહ્યું છે. હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત કોઈ પણ મેડન ઓવર રમ્યા વિના જીતનારો પ્રથમ દેશ બની ગયો છે.
બંને દાવમાં કોઈ પણ મેડન ઓવર રમી ન હતી
ક્રિકેટમાં આ પહેલા પણ આવું બન્યું છે જ્યારે કોઈ ટીમે મેડન ઓવર રમ્યા વિના મેચ જીતવાની સિદ્ધિ મેળવી હોય. આવું 1939માં ડરબનમાં રમાયેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચમાં થયું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા અને ઈંગ્લિશ બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાને એક પણ મેડન ઓવર નાખવા દીધી ન હતી. ઇંગ્લેન્ડે તે મેચ ઇનિંગ્સ અને 13 રનના માર્જિનથી જીતી હતી.
તે મેચમાં ઈંગ્લેન્ડે બીજા દાવમાં બેટિંગ કરી ન હતી. તેથી, ભારત હવે બંને દાવમાં એકપણ મેડન ઓવર રમ્યા વિના ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં સમેટાઈ ગયો હતો. મેચના પ્રથમ ત્રણ દિવસ વરસાદથી પ્રભાવિત હોવાથી ટીમ ઈન્ડિયાએ આક્રમક બેટિંગ કરી અને 34.4 ઓવરમાં 285 રન બનાવ્યા.
બીજી ઇનિંગમાં ભારતને 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ભારતે માત્ર 17.2 ઓવરમાં મેળવી લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ આખી મેચમાં માત્ર 52 ઓવર રમી અને કુલ 383 રન બનાવ્યા. બાંગ્લાદેશે 52 ઓવર ફેંકી હતી, પરંતુ તેના બોલરો એક પણ ઓવર મેડન ફેંકી શક્યા ન હતા.
રોહિત શર્માની કેપ્ટનશીપ રહી શાનદાર
ટેસ્ટ મેચમાં પણ રોહિતની બાહોશ કેપ્ટનશીપ જોવા મળી હતી. રોહિતે બોલરોમાં ફેરફાર કરવામાં જે શાલીનતા બતાવી તે ચોક્કસપણે શાનદાર હતું. ફિલ્ડિંગ પોઝીશનમાં પણ રોહિતની કેપ્ટન્સી શાનદાર હતી. મોમિનુલ હકને જે રીતે આઉટ કરવામાં આવ્યો તે રોહિતની કેપ્ટનશિપની વ્યૂહરચનાનું અનોખું ઉદાહરણ હતું.
આ પણ વાંચો: