શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

India vs Afghanistan Test: કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર સદી, તો ડેબ્યૂ મેચમાં સ્પિનર માનવ સુથારે 6 વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને ૩૦૦ રનથી હરાવ્યું.
  • શુભમન ગિલ-કેએલ રાહુલની સદીઓથી ભારતનો ૫૬૪ રનનો વિશાળ સ્કોર.
  • ડેબ્યુમાં માનવ સુથારે ૬ વિકેટ લીધી, અફઘાનિસ્તાન નિષ્ફળ રહ્યું.
  • અફઘાનિસ્તાન ૧૫૨ અને ૧૧૨ રનમાં ઓલઆઉટ થયું.

India vs Afghanistan Test: નવા ચંદીગઢના મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. 8 જૂનના રોજ પૂરી થયેલી આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની ધમાકેદાર સદીઓ અને ત્યારબાદ પોતાની પહેલી જ મેચ રમી રહેલા સ્પિનર માનવ સુથારની 6 વિકેટના તરખાટ સામે અફઘાન ટીમ સંપૂર્ણપણે ઘૂંટણિયે પડી ગઈ હતી. અગાઉ 2018માં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 1 ઇનિંગ અને 272 રનથી સૌથી મોટી જીત મેળવી હતી, જે રેકોર્ડ હવે તૂટી ગયો છે.

ભારતની મજબૂત બેટિંગ અને રનનો પહાડ

મેચમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુભમન ગિલે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ અફઘાન બોલરોની બરાબરની ધોલાઈ કરીને 8 વિકેટે 564 રનના જંગી સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.

શુભમન ગિલ: 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 126 રન (ટેસ્ટ કરિયરની 11મી સદી).

કેએલ રાહુલ: 11 ચોગ્ગાની મદદથી 100 રન (ટેસ્ટ કરિયરની 12મી સદી).

અન્ય યોગદાન: સાઈ સુદર્શન અને ઋષભ પંતે પણ 81-81 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી, જ્યારે વોશિંગ્ટન સુંદરે અણનમ 52 રન બનાવ્યા.

આ પણ વાંચોઃ શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

માનવ સુથારનો જાદુ અને અફઘાનિસ્તાનનો ધબડકો

564 રનના પહાડ જેવા સ્કોરના દબાણ સામે અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 152 રનમાં જ સમેટાઈ ગઈ. ડેબ્યૂ કરી રહેલા સ્પિનર માનવ સુથારે અફઘાન બેટ્સમેનોને રીતસરના નચાવ્યા અને પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી લીધી.
અફઘાનિસ્તાન તરફથી માત્ર રહેમત શાહે 60 રન બનાવીને થોડી લડત આપી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ સારી બોલિંગ કરી અને શરૂઆતની મહત્વની વિકેટો લીધી.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

બીજી ઇનિંગમાં પણ શરણાગતિ (ફોલો-ઓન)

પહેલી ઇનિંગના આધારે 412 રનથી પાછળ રહ્યા બાદ, અફઘાનિસ્તાનને ફોલો-ઓન રમવાની ફરજ પડી હતી. બીજી ઇનિંગમાં પણ તેમની હાલત સુધરી નહીં અને આખી ટીમ માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.

ઓપનર સેદીકુલ્લાહ અટલે સૌથી વધુ 42 રન બનાવ્યા.

બીજી ઇનિંગમાં સ્પિનર વોશિંગ્ટન સુંદરે 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ લઈને અફઘાનિસ્તાનનો સફાયો કરી નાખ્યો. અફઘાન ખેલાડી શરાફુદ્દીન ઈજાના કારણે બેટિંગ કરવા આવી શક્યો ન હતો.

Frequently Asked Questions

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચનું પરિણામ શું આવ્યું?

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી હરાવીને જીત મેળવી છે. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ છે.

આ મેચમાં ભારત તરફથી કયા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું?

કેપ્ટન શુભમન ગિલ (126 રન) અને કેએલ રાહુલે (100 રન) સદી ફટકારી. ડેબ્યૂ કરનાર સ્પિનર માનવ સુથારે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપી.

ભારતે ટેસ્ટ ક્રિકેટમાં કયો નવો રેકોર્ડ બનાવ્યો છે?

ભારતે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે 1 ઇનિંગ અને 272 રનથી જીત મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Embed widget