IND vs SA 2nd T20 Match Report: દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની શ્રેણી એક પોઈન્ટથી બરાબર કરી લીધી છે. આ લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ યજમાન આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આજની મેચમાં ભારતીય ટીમ માટે અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો, જે માત્ર 4 રન બનાવી શક્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન આ મુકાબલામાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવના બેટમાંથી માત્ર 4 રન આવ્યા હતા. તિલક વર્માએ ફરી શરૂઆત મેળવી, પરંતુ 20 રનને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ 45 બોલમાં 39 રન ફટકારવા બદલ તે ઘણો ટ્રોલ થયો હતો.
એક બોલરે ભારત પાસેથી જીત છીનવી લીધી
દક્ષિણ આફ્રિકા એક સમયે હાર તરફ આગળ વધી રહ્યું હતું કારણ કે ટીમે 86 રનના સ્કોર સુધી 7 વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમ હજુ જીતથી 39 રન દૂર હતી અને આવી સ્થિતિમાં ગેરાલ્ડ કોએત્ઝીએ 12 બોલમાં 23 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. તો બીજી તરફ ભારત તરફથી વરુણ ચક્રવર્તિએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે પાંચ વિકેટ લીધી હતી. પરંતુ ટીમની હાર થતા તે બેકાર ગઈ હતી.
ભારતની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, આવેશ ખાન.
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન
એડન માર્કરમ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને કબાયોમઝી પીટર.
આ પણ વાંચો...