IND vs AUS 1st ODI, Wankhede Stadium: ટેસ્ટ સીરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાશે. આ સીરીઝની શરૂઆત આગામી 17 માર્ચ, શુક્રવારથી થશેસ, અને આની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર વનડેમાં ટીમ ઇન્ડિયાના આંકડા કંઇ સારા નથી રહ્યાં. ટીમ ઇન્ડિયાએ અહીં માત્ર 45.45 ટકા વનડે મેચો જ જીતી છે. વળી, ટૂરિંગ સાઇડ એટલે કે ભારત પ્રવાસ કરનારી ટીમો આ મેદાન પર અત્યાર સુધી 40.91 ટકા મેચ જીતી ચૂકી છે. જાણો આ મેદાન સાથે જોડાયેલા કેટલાક ખાસ ફેક્ટ્સ..... 


આ મેદાન પર અત્યાર સુધી કુલ 22 વનડે મેચ રમાઇ ચૂકી છે. 
અહીં પહેલી વનડે મેચ 1987માં રમાઇ હતી, છેલ્લી મેચ 2020 માં રમાઇ હતી. 
આ મેદાન પર ઘરેલુ સાઇડ એટલે કે ટીમ ઇન્ડિયાએ કુલ 10 (45.45 ટકા જીત) મેચોમાં જીત પોતાના નામે કરી છે. વળી, ભારતનો પ્રવાસ કરનારી ટીમોએ 9 (40.91 ટકા જીત) મેચ પોતાના નામે કરી છે. જ્યારે નેચરલ સાઇડે કુલ 3 (13.64) મેચ જીતી છે. 
અહીં અત્યાર સુધી પહેલા બેટિંગ કરનારી અને બાદમાં બેટિંગ કરનારી ટીમોએ 11-11 મેચ જીતી છે. પહેલા અને પછી બેટિંગ કરનારી ટીમોની જીત ટકાવારી 50-50ની રહી છે. 
અહીં વનડેમાં ટૉસ હારનારી ટીમે કુલ 12 અને ટૉસ જીતનારી ટીમે 10 મેચ જીતી છે. 
આ મેદાન પર રમાયેલી તમામ વનડે મેચોનું પરિણામ આવ્યુ છે. 
કોઇપણ મેચ ડ્રૉ, ટાઇ કે પરિણામ વિનાની નથી રહી.
અહીં વનડેની એક ઇનિંગમાં હાઇ સ્કૉર 438/4 નો રહ્યો છે. આ ટૉટલ સાઉથ આફ્રિકાએ 2015 માં ભારતીય ટીમની વિરુદ્ધ બનાવ્યુ હતુ. 
આ મેદાન પર વનડેમાં સૌથી ઓછુ ટૉટલ 115 રનોનું છે. આ ટૉટલ 1998 માં બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ બનાવ્યુ હતુ. 
અહીં વનડેમાં 284/4 રનોનો સૌથી મોટો રન ચેઝ થયો છે. આ ચેઝ 2017માં ન્યૂઝીલેન્ડે ભારત વિરુ્દ્ધ કર્યો હતો. 
અહીં વનડેમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાના નામે હાઇ સ્કૉર નોંધાયેલો છે. તેને 1997માં ભારત વિરુદ્ધ રમાયેલી મેચોમાં 151* રનોની ઇનિંગ રમી હતી. 


 


 


ટેસ્ટ સીરિઝ બાદ હવે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા હરાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ ? 


આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.