India Playing-11 vs Pakistan in Asia Cup 2023:  ભારતીય ટીમનો આયરલેન્ડ પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. ટીમે તેના ઘરે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં આયરિશ ટીમને 2-0થી હરાવ્યું હતું. જો કે બુધવારે વરસાદના કારણે ત્રીજી મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે ભારતીય ટીમ સીધી એશિયા કપ 2023 રમશે.


જોકે, આયરલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાંથી કેપ્ટન જસપ્રીત બુમરાહ સહિત માત્ર 4 ખેલાડીઓ જ એશિયા કપમાં રમતા જોવા મળશે. બાકીના ત્રણ ખેલાડીઓ તિલક વર્મા, વિકેટકીપર સંજુ સેમસન અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે, જેઓ એશિયા કપની ટીમમાં સામેલ છે.


પાકિસ્તાન સામેની મેચમાં નહી રમી શકે છે રાહુલ-શ્રેયસ


એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયા આ મેચમાં પોતાની મજબૂત પ્લેઈંગ-11 સાથે ઉતરશે.


તિલક વર્માને પહેલી જ મેચમાં તક મળી શકે છે.જો આમ થશે તો તે તિલકની ડેબ્યૂ વનડે મેચ હશે. વાસ્તવમાં, શ્રેયસ  અને કેએલ રાહુલની ઈજા બાદ એશિયા કપ માટે સીધી પસંદગી કરવામાં આવી છે. તેમણે કોઈ મેચ રમી નથી. રાહુલને હજુ પણ સામાન્ય ઈજા છે. ભારતીય પસંદગી સમિતિના વડા અજીત અગરકરે આ વાત કહી હતી.


તિલકને નંબર-4 માટે તક મળી શકે છે


આવી સ્થિતિમાં રાહુલને શરૂઆતની 1-2 મેચમાંથી બહાર રાખવામાં આવશે. જ્યારે પ્રથમ મેચમાં શ્રેયસને રમાડવા પર સસ્પેન્સ છે. કેપ્ટન રોહિત મજબૂત પાકિસ્તાન સામે આ બે ખેલાડીઓ પાસે ફિલ્ડિંગ કરાવાથી દૂર રાખી શકે છે. આવી સ્થિતિમાં તિલક વર્મા બેટિંગ માટે નંબર-4 પોઝિશન પર યોગ્ય ખેલાડી બની શકે છે.


તિલકે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તિલક T20 શ્રેણીની 4 મેચમાં નંબર-4 પર બેટિંગ કરી હતી. જ્યારે એક મેચમાં નંબર-3 પર ઉતર્યો હતો. તિલકે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી-20 મેચમાં 57ની એવરેજથી 173 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ તિલકને મિડલ ઓર્ડરમાં ખાસ કરીને વનડેમાં નંબર-4 પર મેદાનમાં ઉતારી શકે છે.


જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ઝડપી બોલિંગ આક્રમણ સંભાળશે. જ્યારે સ્પિનની જવાબદારી રવિન્દ્ર જાડેજાના ખભા પર રહેશે. જાડેજા સાથે અક્ષર પટેલ અથવા કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે


પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઇંગ-11


રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર/ તિલક વર્મા, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ