IND vs USA: ભારતે USA ને 7 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા, જેણે 49 બોલમાં 50 રન બનાવ્યા. શિવમ દુબે સાથે તેની 72 રનની ભાગીદારીએ ભારતની જીતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. દુબેએ પણ 31 રન બનાવીને ભારતની જીતમાં ફાળો આપ્યો  હતો. પ્રથમ બેટિંગ કરતા યુએસએ 20 ઓવરમાં 110 રન બનાવ્યા હતા. સુકાની મોનાંક પટેલની ગેરહાજરીમાં પણ યુએસએના બેટ્સમેનોએ તાકાત બતાવી હતી. ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવા માટે સ્ટીવન ટેલરે 24 રન અને નીતિશ કુમારે 27 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. તે જ સમયે, જ્યારે ભારત ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતર્યું ત્યારે ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો ગયો. પરંતુ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની ભાગીદારી ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ ગઈ.


 




ભારતની ઈનિંગ
ભારતીય ટીમ 111 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી, પરંતુ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર આ સ્કોરનો પીછો કરવો પણ ખૂબ જ જટિલ કામ લાગે છે. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે ઇનિંગ્સના બીજા જ બોલ પર સૌરભ નેત્રાવલકરે વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. વિરાટના આઉટ થયાના માત્ર 12 બોલ જ પસાર થયા હતા, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


આ દરમિયાન, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવે 29 રન ઉમેર્યા અને પાવરપ્લે ઓવર સુધી ટીમનો સ્કોર 33 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન ઋષભ પંત પણ આઠમી ઓવરમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. આગળની 6 ઓવરમાં માત્ર 19 રન જ બન્યા હતા, જેના કારણે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પર દબાણ વધવા લાગ્યું. પરંતુ 14મી ઓવરથી સૂર્યકુમાર અને દુબેએ વેગ પકડવાનું શરૂ કર્યું. તેણે ટીમ ઈન્ડિયાને 15 ઓવરમાં 76 રન સુધી પહોંચાડી દીધી હતી. આ દરમિયાન, યુએસએની ટીમને ત્રણ વખત ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લાગ્યો, જેના કારણે તેને 5 રનની પેનલ્ટીનો સામનો કરવો પડ્યો. પેનલ્ટી બાદ ભારતને છેલ્લી 5 ઓવરમાં 30 રનની જરૂર હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ 18.2 ઓલકમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.