શોધખોળ કરો

IND vs ENG: 15 છગ્ગા, 15 ચોગ્ગા અને 175 રન... વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, અંગ્રેજોને મળ્યો 412 રનનો ટાર્ગેટ

India vs England U19 Final: અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહ્યો છે.

India vs England U19 Final: ભારતીય ટીમ આજે (6 ફેબ્રુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. બંને ટીમો વચ્ચેનો ટાઇટલ મુકાબલો હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશી (175 રન) ની ધમાકેદાર ઇનિંગની મદદથી, ભારતે ઇંગ્લેન્ડ માટે 412 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો. ભારતીય ટીમ સતત છઠ્ઠી અને એકંદરે દસમી ફાઇનલ રમી રહી છે, જે એક રેકોર્ડ છે.

પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ છ વખતનો ખિતાબ જીતવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતીય ટીમે 2000, 2008, 2012, 2018 અને 2022 માં ખિતાબ જીત્યો હતો. બીજી તરફ, ઇંગ્લેન્ડે ફક્ત એક જ વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. તેઓએ 1998 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

હરારેમાં રમાયેલી ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઇનિંગ ઓપન કરવા માટે વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જ આવ્યા હતા. વૈભવ અને જ્યોર્જની જોડી ખાસ કંઈ કરી શકી ન હતી. 20 રનના સ્કોર પર જ્યોર્જની વિકેટ પડી ગઈ. તે 9 રન બનાવીને પાછો ફર્યો. તે પોઈન્ટ પર કેચ આઉટ થયો. આ પછી, આયુષ મ્હાત્રેએ વૈભવ સાથે બેટિંગ શરૂ કરી. ભારતીય ટીમે 8 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. ત્યારબાદ નવમી ઓવરમાં વૈભવે 18 રન બનાવીને ભારતીય ટીમનો સ્કોર 9 ઓવરમાં 71 રન પર પહોંચાડ્યો.

આ દરમિયાન, ભારતે 14મી ઓવરમાં 100 રનનો સ્કોર બનાવ્યો. વૈભવે 17મી ઓવરમાં ફરહાન અહેમદનો સામનો કર્યો, તેની ઓવરમાં 22 રન બનાવ્યા. આ દરમિયાન, 50 બોલમાં 53 રન બનાવ્યા બાદ 19મી ઓવરમાં આયુષ મ્હાત્રેને એલેક્સ ગ્રીને આઉટ કર્યો. આયુષના આઉટ થયા બાદ, વૈભવે 55 બોલમાં 8 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. ત્યારબાદ વૈભવનો વિસ્ફોટક અંદાજ ચાલું જ રહ્યો, તેણે 71 બોલમાં 150 (13 છગ્ગા, 13 ચોગ્ગા) સુધી પહોંચ્યો. જોકે, વૈભવનો ઇનિંગ 175 રન પર સમાપ્ત થયો. વૈભવે તેની ઇનિંગમાં 80 બોલનો સામનો કર્યો, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા. તે મેની લમ્સડેનના બોલ પર થોમસ રેવના હાથે કેચ આઉટ થયો.

ટીમની ચોથી વિકેટ વિહાન મલ્હોત્રા (30) ના રૂપમાં પડી, જેને જેમ્સ મિન્ટોના બોલ પર બેન ડોકિન્સ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો. આ વિકેટ 302 રનના સ્કોર પર પડી. થોડી જ વારમાં, 308 રનના સ્કોર પર પાંચમી વિકેટ પડી. વેદાંત ત્રિવેદી (32) ને જેમ્સ મિન્ટોના બોલ પર બેન મેસ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યા. અભિજ્ઞાન કુંડુ (40) 45મી ઓવરમાં આઉટ થયા, જેના કારણે ટીમ 359 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ પર પહોંચી ગઈ. કુંડુને સેબેસ્ટિયન મોર્ગનના બોલ પર રાલ્ફી આલ્બર્ટ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો.

7મી વિકેટ 367 રન પર પડી. આરએસ અમ્બ્રીસ (18) ને મિન્ટોએ બોલ્ડ કર્યો. 47મી ઓવરમાં, ખિલન પટેલ (3) 375 રનના સ્કોર પર આઉટ થયો0. ટીમે પોતાની આઠમી વિકેટ ગુમાવી. જોસેફ મૂર્સે કેચ પકડ્યો. સેબેસ્ટિયન મોર્ગનને આ વિકેટ મળી. 49મી ઓવરમાં, હેનિલ પટેલ (5) રન આઉટ થયો. 393 રનના સ્કોર પર નવમી વિકેટ પડી. ભારતે અંતે નિર્ધારિત 50 ઓવરમાં 411/9નો વિશાળ સ્કોર બનાવ્યો. કનિષ્ક ચૌહાણ (37) અને દીપેશ દેવેન્દ્રન (0) પર અણનમ રહ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND VS ENG: ટીમ ઇન્ડિયા માટે ખતરો બની શકે છે ઇંગ્લેન્ડના આ 5 ખેલાડી, સેમિફાઇનલમાં તોડી શકે છે કરોડો ભારતીયોના દિલ
IND VS ENG: ટીમ ઇન્ડિયા માટે ખતરો બની શકે છે ઇંગ્લેન્ડના આ 5 ખેલાડી, સેમિફાઇનલમાં તોડી શકે છે કરોડો ભારતીયોના દિલ
T20 World Cup Semi Final: આજની સેમિફાઇનલમાં વાનખેડેની પીચ કોણે કરશે મદદ, જીત માટે કેટલો સ્કૉર ગણાશે સેફ ?
T20 World Cup Semi Final: આજની સેમિફાઇનલમાં વાનખેડેની પીચ કોણે કરશે મદદ, જીત માટે કેટલો સ્કૉર ગણાશે સેફ ?
Head to Head: ભારત-ઈંગ્લેન્ડ ટી20માં 29 વાર થયું છે આમને-સામને, ટી20 વર્લ્ડકપમાં 5 વાર, જાણો કોણ-કોના પર પડ્યુ છે ભારે ?
Head to Head: ભારત-ઈંગ્લેન્ડ ટી20માં 29 વાર થયું છે આમને-સામને, ટી20 વર્લ્ડકપમાં 5 વાર, જાણો કોણ-કોના પર પડ્યુ છે ભારે ?
IND vs ENG: આજે સેમિફાઇનલમાં કેવી હશે ભારતની પ્લેઇંગ-11, કેટલા ફેરફાર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો
IND vs ENG: આજે સેમિફાઇનલમાં કેવી હશે ભારતની પ્લેઇંગ-11, કેટલા ફેરફાર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો
Advertisement

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
Embed widget