ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમને હરાવવામાં શાનદાર પ્રદર્શન કરનાર ઇન્ડિયન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં હૈદરાબાદમાં લક્ઝરી બીએમડબ્લ્યુ કાર ડ્રાઇવ કરતો જોવા મળ્યો હતો. આ કારની ટેમ્પરરી રજિસ્ટ્રેશન-પ્લેટ પરથી ખબર પડે છે કે કાર નવીનક્કોર છે. ઑસ્ટ્રેલિયા સામેની જીતની ખુશીમાં સિરાજે ભારત આવીને બીએમડબ્લ્યુ કાર ખરીદીને પોતાને ગિફ્ટ કરી છે. આ કારની કિંમત ૫૦ લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે.

વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયામાં છવાયેલા રહ્યા. સિરાજ માટે આ ટૂર ખૂબ જ યાદગાર અને ખાસ રહી. સીરિઝ શરૂ થતા પહેલા જ તેના પિતાનું નિધન થઈ ગયું. તેમ છતાં તે ઘરે પાછો ન ફર્યો અને ટીમ સાથે રહ્યો અને પિતાનું સપનું પૂરું કર્યું. ગુરુવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ સિરાજ એરપોર્ટ પરથી સીધો જ તેના પિતા ગૌસ મોહમ્મદની સમાધિ પર ફૂલો અર્પણ કરવા ગયો હતો.

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત હાંસેલ કરીને ઘરે પાછા આવેલા સિરાજે પોતાને ગિફ્ટ આપી છે. શુક્રવારે સિરાજે પોતાને બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ખબરનો ખુલાસો કર્યો. સિરાજે નવી કારનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે હૈદરાબાદના રસ્તા પર નવી કાર લઈને ફરવા નીકળ્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, મોહમ્મદ સિરાજ આશરે 14 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.