India vs Afghanistan squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 19 મે ના રોજ અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ અને 3 મેચની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બંને ફોર્મેટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે અને સૌથી મોટી વાત એ છે કે, યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને બંને ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. હાલમાં ચાલી રહેલી IPL 2026 માં રમી રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) ના કુલ 11 ખેલાડીઓ આ ભારતીય ટીમમાં પસંદ થયા છે.
GT એ સોશિયલ મીડિયા પર કર્યો દાવો
અમે એવું નથી કહી રહ્યા કે ટીમમાં માત્ર ગુજરાતના જ ખેલાડીઓ ભરેલા છે, પરંતુ ખુદ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના ચાહકોને સમજાવ્યું છે કે અફઘાનિસ્તાન સિરીઝ માટે પસંદ થયેલી ટીમ ઈન્ડિયામાં તેમના 11 ખેલાડીઓ કેવી રીતે સામેલ છે. નોંધનીય છે કે આ તમામ ખેલાડીઓ ટેસ્ટ અને વનડે એમ બંને ટીમોમાં વહેંચાયેલા છે. ગિલ ગુજરાતનો પણ કેપ્ટન છે, તેથી આ પસંદગી GT ના ફેન્સ માટે બેવડી ખુશી લઈને આવી છે.
ટેસ્ટ ટીમમાં GT ના 7 ખેલાડીઓ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર અને ગુરનુર બ્રાર.
વનડે ટીમમાં GT ના 3 ખેલાડીઓ: શુભમન ગિલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર અને ગુરનુર બ્રાર.
અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતની સંપૂર્ણ સ્ક્વોડ:
એકમાત્ર ટેસ્ટ માટેની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર, ગુરનુર બ્રાર, ધ્રુવ જુરેલ અને હર્ષ દુબે.
વનડે (ODI) સિરીઝ માટેની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, પ્રિન્સ યાદવ, ગુરનુર બ્રાર અને હર્ષ દુબે.
આ પણ વાંચોઃ જો રાજસ્થાન રોયલ્સ જીતે તો આ 4 ટીમોની બાજી બગડશે, જાણો પ્લેઓફનું આશ્ચર્યજનક સમીકરણ
ક્યારે અને ક્યાં રમાશે મેચો? (શેડ્યૂલ)
ટેસ્ટ મેચ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ પ્રવાસની એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
પ્રથમ વનડે: 3 મેચની વનડે સિરીઝ 14 જૂનથી શરૂ થશે. પહેલી મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં રમાશે.
બીજી વનડે: 17 જૂનના રોજ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ત્રીજી વનડે: સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 20 જૂનના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચોઃ માનવ સુથાર કોણ છે? અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, એક જ મેચમાં લીધી હતી 11 વિકેટ
