India T20 squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટીમમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ફેરફારો જોવા મળ્યા છે. સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપમાં થયો છે, જ્યાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને T20 ફોર્મેટના નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશી અને પ્રિન્સ યાદવને પણ પહેલી જ વાર ભારતીય T20 ટીમમાં સામેલ કરીને મોટી ભેટ આપવામાં આવી છે.

Continues below advertisement

બોર્ડે શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવાની સાથે યુવા બેટ્સમેન તિલક વર્માને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપી છે. આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. IPL 2026 માં પોતાના બેટથી ધમાલ મચાવનાર વૈભવને ત્રણેય સ્ક્વોડ (આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ) માં જગ્યા મળી ગઈ છે. જોકે, આ યાદીમાં માત્ર વૈભવ જ નથી જેને પહેલી વાર રાષ્ટ્રીય ટીમમાં તક મળી હોય, તેની સાથે વધુ એક યુવા ખેલાડીએ એન્ટ્રી મારી છે.

Continues below advertisement

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે IPL 2026 ભલે એટલી સારી ન રહી હોય, પરંતુ તેમના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેના શાનદાર પ્રદર્શનના આધારે જ તેને પહેલા અફઘાનિસ્તાન સામેની વનડે ટીમમાં લેવામાં આવ્યો હતો અને હવે તેને પહેલી વાર રાષ્ટ્રીય T20 ટીમમાં પણ એન્ટ્રી મળી ગઈ છે. પ્રિન્સ યાદવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે, જોકે તેનું નામ એશિયન ગેમ્સની ટીમમાં સામેલ નથી.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર

ભારતની આયર્લેન્ડ સામેની T20 ટીમ:

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ઈંગ્લેન્ડ સામે ભારતની T20 ટીમ:

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

આ પણ વાંચોઃ IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો