Continues below advertisement

India T20 World Cup squad: ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) માટે ભારતીય ટીમનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની કેપ્ટન્સી હેઠળ જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં અનુભવ અને યુવા જોશનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે ટીમમાં 5 એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ પોતાની કારકિર્દીમાં પહેલીવાર વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમતા જોવા મળશે. આ ખેલાડીઓ પર ભારતને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી રહેશે.

આખરે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. BCCI એ 2026 ના વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની સ્ક્વોડ જાહેર કરી દીધી છે. ટીમની કમાન ‘સ્કાય’ એટલે કે સૂર્યકુમાર યાદવને સોંપાઈ છે, જ્યારે ઉપ-કપ્તાનની જવાબદારી અક્ષર પટેલ (Axar Patel) નિભાવશે. જોકે, આ જાહેરાતમાં સૌથી વધુ ચર્ચા એ પાંચ નામોની છે જેઓ આ મેગા ઈવેન્ટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

Continues below advertisement

આ 5 ખેલાડીઓનું વર્લ્ડ કપનું સપનું થયું સાકાર

છેલ્લા ઘણા સમયથી દ્વિપક્ષીય શ્રેણીઓમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા પાંચ યુવા ખેલાડીઓએ પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. આ લિસ્ટમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે:

અભિષેક શર્મા (Abhishek Sharma)

રિંકુ સિંહ (Rinku Singh)

તિલક વર્મા (Tilak Varma)

વોશિંગ્ટન સુંદર (Washington Sundar)

હર્ષિત રાણા (Harshit Rana)

આ તમામ ખેલાડીઓ ભારત માટે T20 ફોર્મેટમાં મેચ વિજેતા સાબિત થયા છે અને હવે તેઓ વિશ્વના મંચ પર પોતાની પ્રતિભા દેખાડવા માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે કે, વિકેટકીપર ઈશાન કિશન (Ishan Kishan) જે 2021 ના વર્લ્ડ કપમાં રમ્યો હતો, તેણે પણ લાંબા વિરામ બાદ ટીમમાં વાપસી કરી છે.

અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી પર રહેશે ખાસ નજર

આખી ટુર્નામેન્ટમાં સૌની નજર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા (Abhishek Sharma) પર રહેશે. 2025 ના વર્ષમાં તેણે જે રીતે તોફાની બેટિંગ કરી છે, તેના કારણે તે હાલમાં ICC રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. તેની આક્રમક શરૂઆત ભારત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બીજી તરફ, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakaravarthy) પણ વિરોધી ટીમો માટે માથાનો દુખાવો બની શકે છે. વરુણ 2021 ના વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો હતો, પરંતુ ત્યારે ભારત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયું હતું. આ વખતે તે પોતાની જાદુઈ બોલિંગથી જૂનો હિસાબ સરભર કરવા મેદાનમાં ઉતરશે.

T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમ (Indian Squad): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (Sanju Samson) (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (Hardik Pandya), શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન.