શ્રેયસ ઐયરને ભારતનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને આયરલેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ ત્રણેય ટીમોનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: બીસીસીઆઈએ એશિયન ગેમ્સની સાથે આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે

- BCCIએ આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, એશિયન ગેમ્સ માટે ટીમો જાહેર કરી.
- શ્રેયસ ઐયર T20I કેપ્ટન, તિલક વર્મા વાઇસ-કેપ્ટન નિમાયા.
- ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીને પ્રથમવાર રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરાયો.
- સૂર્યકુમાર યાદવને T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
India T20I Squad: બીસીસીઆઈએ એશિયન ગેમ્સની સાથે આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને નવો ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પહેલીવાર રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ત્રણેય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આયરલેન્ડ સામે ભારતની ટી20 ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.
Presenting #TeamIndia's newest T20I captain 🇮🇳
— BCCI (@BCCI) June 6, 2026
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏@ShreyasIyer15 pic.twitter.com/frfAXAOkTA
ઈંગ્લેન્ડ સામે ભારતની T20I ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.
Here's a look at #TeamIndia's squad for the Asian Games 2026 in Japan this September 👏#AsianGames pic.twitter.com/euMfmhWEcN
— BCCI (@BCCI) June 6, 2026
એશિયન ગેમ્સ માટે ભારતની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજૂ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી
Presenting #TeamIndia's T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026
આયરલેન્ડ સામેની સીરિઝનો કાર્યક્રમ
અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝ પછી ભારતીય ટીમ બે મેચની T20I શ્રેણી માટે આયરલેન્ડનો પ્રવાસ કરશે. પહેલી મેચ 26 જૂને અને બીજી 28 જૂને રમાશે. બંને મેચ બેલફાસ્ટમાં રમાશે.
ઈગ્લેન્ડ સામેની સીરિઝનો કાર્યક્રમ
આયરલેન્ડ પછી ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીથી શરૂ કરીને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પહેલી ટી-20 મેચ 1 જુલાઈએ રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ રાત્રે 10:૦૦ વાગ્યે શરૂ થશે.
Frequently Asked Questions
ભારતનો નવો T20 કેપ્ટન કોણ છે?
ભારતીય ટીમમાં પહેલીવાર કયા નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે?
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પહેલીવાર રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને આયરલેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ ત્રણેય ટીમોમાં સામેલ કરાયો છે.
સૂર્યકુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે?
ના, સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે કોઈ પણ ટી20 શ્રેણી માટેની ટીમમાં નથી.
આયરલેન્ડ સામેની ટી20 શ્રેણી ક્યારે રમાશે?
આયરલેન્ડ સામેની બે મેચની T20I શ્રેણી 26 જૂન અને 28 જૂનના રોજ રમાશે. બંને મેચ બેલફાસ્ટમાં યોજાશે.



















