India T20I Squad: બીસીસીઆઈએ એશિયન ગેમ્સની સાથે આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને નવો ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પહેલીવાર રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ત્રણેય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

આયરલેન્ડ સામે ભારતની ટી20 ટીમ

Continues below advertisement

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.

ઈંગ્લેન્ડ સામે ભારતની T20I ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ માટે ભારતની ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજૂ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી

આયરલેન્ડ સામેની સીરિઝનો કાર્યક્રમ 

અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝ પછી ભારતીય ટીમ બે મેચની T20I શ્રેણી માટે આયરલેન્ડનો પ્રવાસ કરશે. પહેલી મેચ 26 જૂને અને બીજી 28 જૂને રમાશે. બંને મેચ બેલફાસ્ટમાં રમાશે.

ઈગ્લેન્ડ સામેની સીરિઝનો કાર્યક્રમ 

આયરલેન્ડ પછી ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીથી શરૂ કરીને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પહેલી ટી-20 મેચ 1 જુલાઈએ રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ રાત્રે 10:૦૦ વાગ્યે શરૂ થશે.