Vaibhav Suryavanshi U19 IND: ભારતે UAE ને અંડર 19 એશિયા કપ 2024 ની મેચમાં 10 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ બુધવારે શારજાહમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વૈભવની સાથે આયુષ માતરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પણ અણનમ અડધી સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા UAEને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે માત્ર 16.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.


 






UAEએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમ 44 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે રેયાન ખાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેપ્ટન ઈયાન ખાન 5 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન યુધ્ધજીત ગુહાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 7 ઓવરમાં 15 રન આપ્યા હતા. . ચેતન શર્માએ 8 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક રાજે પણ 2 વિકેટ લીધી હતી. કેપી કાર્તિકેય અને આયુષ માત્ર્રેએ 1-1 વિકેટ લીધી હતી.


વૈભવની વિસ્ફોટક ઇનિંગે ભારતને જીત અપાવી
ટીમ ઈન્ડિયાએ UAEને માત્ર 16.1 ઓવરમાં હરાવ્યું. જેમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે અણનમ 76 રન બનાવ્યા હતા. વૈભવની આ ઇનિંગમાં 6 સિક્સ અને 3 ફોરનો સમાવેશ થાય છે. આયુષ માત્રાએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 51 બોલનો સામનો કરીને અણનમ 67 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.


અંડર 19 એશિયા કપ 2024 ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન 
અંડર-19 એશિયા કપ 2024માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતનો સામનો જાપાન સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 211 રને જીતી લીધી હતી. હવે ભારતે UAE ને 10 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની છેલ્લી ગ્રુપ મેચ શ્રીલંકા સામે છે, જે શારજાહમાં રમાશે.


આ પણ વાંચો....


IND vs AUS: એડિલેડમાં કોણ જીતશે ? 'ઘાસ વાળી' પીચ અંગે ક્યૂરેટરે પહેલાથી બતાવી દીધું