શોધખોળ કરો

Team India Future: માત્ર વૈભવ કે આયુષ જ નહીં, આ 5 'છોટે ઉસ્તાદ' જલ્દી કરી શકે છે સિનિયર ટીમમાં ડેબ્યૂ

U19 World Cup 2026: ભારતે છઠ્ઠીવાર ટ્રોફી જીતી; ફાઈનલમાં 175 રન ફટકારનાર વૈભવ સૂર્યવંશી સહિત આ પાંચ ખેલાડીઓ છે આગામી સુપરસ્ટાર, IPL અને ઘરેલુ ક્રિકેટમાં મચાવી રહ્યા છે ધૂમ.

India U19 World Cup Win 2026: ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. આયુષ મ્હાત્રેની (Ayush Mhatre) શાનદાર કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 'અંડર-19 વર્લ્ડ કપ 2026' (Under-19 World Cup 2026) નું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત છઠ્ઠીવાર ચેમ્પિયન બન્યું છે. આ ટુર્નામેન્ટમાં વિસ્ફોટક બેટિંગ કરનાર વૈભવ સૂર્યવંશી 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' (Player of the Tournament) બન્યો છે. દરેક યુવા ખેલાડીનું સપનું હોય છે કે તે બ્લુ જર્સી પહેરીને સિનિયર ટીમ માટે રમે. અહીં અમે એવા 5 ખેલાડીઓનું લિસ્ટ લાવ્યા છીએ જેમના પ્રદર્શનને જોતા લાગે છે કે તેઓ ટૂંક સમયમાં 'ટીમ ઈન્ડિયા' (Team India) માટે ડેબ્યૂ કરી શકે છે.

1. વૈભવ સૂર્યવંશી (The Next Big Thing) ક્રિકેટ જગતના દિગ્ગજો અત્યારે માત્ર એક જ નામની ચર્ચા કરી રહ્યા છે - વૈભવ સૂર્યવંશી. આ ડાબોડી બેટ્સમેને ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 80 બોલમાં 175 રનની અકલ્પનીય ઈનિંગ રમી હતી.

રેકોર્ડ: તેણે પોતાની ઈનિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે માત્ર બાઉન્ડ્રીથી જ 150 રન બનાવ્યા હતા.

ભવિષ્ય: IPL માં 35 બોલમાં સદી ફટકારી ચૂકેલો વૈભવ આવતા વર્ષે માર્ચ પછી ઉંમરના નિયમો (Age Eligibility) પૂરા કરતા જ રાષ્ટ્રીય ટીમ માટે દાવેદારી નોંધાવશે.

2. આયુષ મ્હાત્રે (Captain Cool) ભારતને વર્લ્ડ કપ જીતાડનાર છઠ્ઠા કેપ્ટન બનેલા આયુષ મ્હાત્રેએ સાબિત કર્યું છે કે તે દબાણમાં શ્રેષ્ઠ રમત દાખવી શકે છે. સેમીફાઈનલ અને ફાઈનલમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેણે કેપ્ટન ઈનિંગ રમી હતી.

IPL કનેક્શન: આયુષ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ અને IPL માં 'ચેન્નાઈ સુપર કિંગ્સ' (CSK) તરફથી રમે છે. મિડલ ઓર્ડરમાં તેની સમજદારી ભરી બેટિંગ તેને ટીમ ઈન્ડિયાનો મજબૂત દાવેદાર બનાવે છે.

3. એરોન જ્યોર્જ (Reliable Opener) વૈભવ સૂર્યવંશી સાથે ઓપનિંગમાં આવતા એરોન જ્યોર્જે પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલમાં 311 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે તેણે ફટકારેલી સદી (Century) તેની ક્લાસ અને ટેકનિકનો પુરાવો છે. તે મોટી મેચનો ખેલાડી છે.

4. હેનિલ પટેલ (Wicket Taker Bowler) કોઈપણ ટીમને જીતવા માટે વિકેટ લેનારા બોલરની જરૂર હોય છે અને હેનિલ પટેલ તે કામ બખૂબી જાણે છે. તે અંડર-19 વર્લ્ડ કપ 2026 માં ભારત તરફથી હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યો હતો.

આંકડા: તેણે 7 મેચમાં 11 વિકેટ ઝડપી હતી.

ખાસિયત: ડાબા હાથનો આ ફાસ્ટ બોલર 'પાવરપ્લે' (Powerplay) માં બોલ સ્વિંગ કરીને શરૂઆતમાં જ વિકેટ ખેરવવામાં માહેર છે. ઝહીર ખાન અને અર્શદીપ સિંહ પછી ભારતને વધુ એક ડાબોડી પેસર મળી શકે છે.

5. વિહાન મલ્હોત્રા (Mr. Consistent) મિડલ ઓર્ડરની કરોડરજ્જુ ગણાતો વિહાન મલ્હોત્રા તેની સાતત્યપૂર્ણ બેટિંગ (Consistency) માટે જાણીતો છે. ઝિમ્બાબ્વે સામે સદી હોય કે સેમીફાઈનલની પ્રેશર મેચમાં અણનમ 38 રન, વિહાન ક્યારેય ગભરાયો નથી. ફાઈનલમાં પણ તેણે 30 રનનું યોગદાન આપ્યું હતું. તેની ધીરજ અને ટેકનિક તેને લાંબી રેસનો ઘોડો બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Advertisement

વિડિઓઝ

Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Embed widget