World Cup 2023, IND vs AFG: આજે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેના પ્લેઇંગ-11માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા આર. અશ્વિનને પડતો મુકી તેના સ્થાન પર શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે. કારણ કે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે અને અહીંની પીચ ચેન્નઇની પીચ કરતા તદ્દન અલગ છે.        


ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી વિકેટને કારણે ભારતે આ વ્યૂહરચના અપનાવી હતી. હવે દિલ્હીની પીચ ચેપોક જેટલી સ્પિન ફ્રેન્ડલી ન હોવાથી ટીમ ઈન્ડિયા સ્પિન ઓલરાઉન્ડરને બદલે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને તક આપી શકે છે. અહીં આર અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમી પણ રમી શકે છે. પરંતુ શાર્દુલનો દાવો વધુ મજબૂત છે કારણ કે તે આક્રમક બેટિંગ કરવામાં સક્ષમ છે.                         






ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં એક મોટું અપડેટ એ છે કે શુભમન ગિલ આજની મેચમાં પણ મેદાન પર જોવા નહીં મળે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી આવ્યો નથી. તે હજુ ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. ફરી એકવાર ઇશાન કિશન જ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.              


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન


બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.  અફઘાનિસ્તાન તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે ખરાબ રીતે હારી ગયું હતું, તેમ છતાં તે સમાન પ્લેઇંગ-11 સાથે મેદાન પર જોવા મળી શકે છે.


રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, નજીબુલ્લા ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, નવીન ઉલ-હક, મુજીબ ઉર રહમાન, ફઝલહક ફારૂકી.