IND vs AUS 2nd T20I: ઓસ્ટ્રેલિયા સામે આજે ભારતીય ટીમની પરીક્ષા છે, ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે નાગપુરમાં બીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ ટી20 મેચ મોહાલીમાં મોટો સ્કૉર કરવા છતાં હારી ગઇ હતી. જો ભારત આજની મેચ પણ ગુમાવે છે, તો સીરીઝમાંથી હાથ ધોઇ બેસશે, એટલે રોહિત એન્ડ કંપનીને આજની મેચમાં વાપસી કરીને સીરીઝ બચાવવાની તક છે. આજની મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિમાં છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની મચે સાંજે 7 વાગે નાગપુરના વિદર્ભના ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. એકબાજુ ભારત જીત મેળવવા પ્રયાસ કરશે, તો બીજી બાજુ કાંગારુ ટીમ જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે. આજની મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર બૉલિંગ લાઇન અપ પર કસરત કરતી દેખાશે. રિપોર્ટ છે કે આજની મેચમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની વાપસી લગભગ નક્કી છે. 


આવી હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 


ઓસ્ટ્રેલિયન ટીમ - એરોન ફિન્ચ (કેપ્ટન), જૉસ ઇંગલિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, એડમ જામ્પા, પેટ કમિન્સ, જૉસ હેઝલવુડ, નાથન એલિસ.


IND vs AUS: નાગપુરમાં યોજાનારી બીજી ટી20 મેચ પર વરસાદનો ખતરો, જાણો હવામાનની સ્થિતિ - 
India vs Australia 2nd T20 Nagpur: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) ગ્રાઉન્ડ પર રમાનાર બીજી T20 મેચમાં વરસાદનો ખતરો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન આ પરિસ્થિતિથી નાખુશ છે કારણ કે મેચના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 45,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં મેચ માટેની ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે અને જો મેચ ના રમાય તો તેમણે ટિકિટ ખરીદદારોને પૈસા પાછા આપવા પડશે.


બંને ટીમોનાં પ્રેક્ટિસ સેશન રદ કરવાં પડ્યાં - 
ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ બુધવારે બપોરે નાગપુરમાં ઉતરી હતી, પરંતુ સાંજ પછી વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો હતો. ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને જો કે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો છે, શહેર પર ગાઢ વાદળો છવાયેલા હોવાનો અર્થ એ છે કે હંમેશા વરસાદનું જોખમ રહેશે. સવારના વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને ભારતના ખેલાડીઓ બપોરે અને સાંજના સમયના તેમના નિર્ધારિત પ્રેક્ટિસ સેશન રદ કરવાં પડ્યાં હતાં. ટીમ હોટલના જિમ સેશનમાં ભાગ લીધા બાદ ખેલાડીઓ સ્ટેડિયમમાં જઈ શક્યા ન હતા.


ગ્રાઉન્ડસમેને તપાસ કરવા માટે બપોરના સુમારે મેદાનના કવર હટાવ્યાં હતા પરંતુ ઝરમર વરસાદના ખતરાથી, તેઓએ ટૂંક સમયમાં કવર પાછું મૂકવા પડ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ સુપર સોપર ચલાવી રહ્યા છે અને ખાતરી કરી રહ્યા છે કે ત્યાં કોઈ પાણી ભરાઈ ન જાય. આશામાં છે કે ગુરુવાર અને શુક્રવારે વધુ વરસાદ નહીં પડે.


નાગપુર ત્રણ વર્ષમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે અને ક્રિકેટ ચાહકોએ મિનિટોમાં જ ઓનલાઈન ટિકિટ ખરીદી લીધી હતી. તેમ છતાં શહેરના VCA ના OID સ્ટેડિયમમાં લોકો હજુ પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું ટિકિટ ઑફલાઇન ઉપલબ્ધ છે. સ્ટેડિયમ શહેરથી 20 કિમીથી વધુ દૂર છે અને VCA પોતાના વાહનો લઈને આવતા દર્શકો માટે પાર્કિંગની જગ્યા પૂરી પાડવા બાબતે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.