પુજારાએ અડધી સદી મારવા માટે 174 બોલ લીધા હતા. જોકે તે 50 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. ચાલુ સીરિઝમાં પુજારાને ચોથી વખત કમિંસે આઉટ કર્યો હતો. જેની સાથે કમિંસ પુજારાને એક સીરિઝમાં 4 વખત આઉટ કરનારો પ્રથમ બોલર બન્યો હતો. કમિંસે ફેકેલા 129 બોલમાંથી પુજારા 119 બોલ પર રન બનાવી શક્યો નથી અને 4 વખત આઉટ થયો છે.
આ પહેલા પુજારાની ટેસ્ટ કરિયરમાં સૌથી ધીમી અડધી સદી સાઉથ આફ્રિકા સામે હતી. 2018માં જોહાનિસબર્ગમાં તેણે 173 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે આ બંને ઇનિંગની એક સમાનતા એ પણ હતી કે બંને વખતે 50 પર જ આઉટ થયો હતો અને બંને વખતે વિકેટકિપરે જ કેચ કર્યો હતો.