બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 265 રન છે. પુજારાએ તેની ટેસ્ટ શૈલી પ્રમાણે રમતાં 211 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી જેને લઈ ટ્વિટર પર એક મીમ ફરતું થયું હતું. જેમાં પુજારાના સ્થાને પથ્થર ઉભો હોય તેમ દર્શાવાયું હતું.

પુજારા તેની બેટિંગને લઈ ટ્વિટર પર પણ ટ્રેન્ડ થયો હતો. આ સિવાય પણ અનેક પ્રકારના મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.



પુજારાએ ઓસ્ટ્રેલિયા સામેની 2021-21ની ટેસ્ટ શ્રેણીમાં 33.87ની સરેરાશથી 271 રન બનાવ્યા છે. જ્યારે 2018-19ની ટેસ્ટ શ્રેણીમાં 74.42ની સરેરાશથી 74.42 રન બનાવ્યા હતા.