આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. લોકેશ રાહુલે પોતાના ટી20 કેરિયરની 12મી ફિફટી ફટકારતા 51 રન કર્યા. રાહુલે પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રાહુલી અડધી સદી પૂરી કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44 રન બનાવી અણનમ રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ દરમિયાન 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કેની બોલિંગમાં જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો. તેની જગ્યાએ ઝવેન્દ્ર ચહલ ‘કન્કશન સબ્સ્ટીટ્યૂટ’ ખેલાડી તરીકે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો અને ત્રણ વિકેટ લીધી હતી.
વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં ટી નટરાજનના ડેબ્યૂ ઉપરાંત કેટલાક ફેરફાર કર્યા હતા. સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા ટીમઃ
એરોન ફિન્ચ (કેપ્ટન), ડી શાર્ટે, મેથ્યૂ વેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇજેજ હેનરિક્સ, સીન એબૉટ, સ્વૈસન, એડમ જામ્પા, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ.
ભારતીય ટીમઃ
કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર. મોહમ્મદ શમી, ટી નટરાજન, દીપક ચાહર.