IND vs AUS 2nd ODI Live Telceast: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ અત્યાર રમાઇ રહી છે. આજે (19 માર્ચે) ફરી એકવાર બન્ને ટીમો આમને સામને ટકરાશે. આ પહેલા 17 માર્ચે બન્ને ટીમો વચ્ચે સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર રીતે 5 વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી, અને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાને જો સીરીઝ જીવંત રાખવી હશે તો હરહાલમાં આજની મેચ જીતવી જરૂરી છે. જો ભારતીય ટીમ આજની મેચ જીતી જશે તો ટેસ્ટ બાદ વનડે સીરીઝમાં પણ કબજો જમાવી લેશે.
આજની મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. અહીં ભારતીય ટીમનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા માટે પરેશાની પેદા કરનારો છે. અહીં રમાયેલી 9 મેચોમાંથી ભારતીય ટીમે 7 મેચોમાં જીત નોંધાવી છે, અને એક મેચ ટાઇ થઇ છે. ભારતીય ટીમે આ મેદાન પર માત્ર એક મેચ ગુમાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ મેદાન પર પહેલા ટકરાઇ ચૂકી છે. ઓક્ટોબર 2010 માં રમાયેલી વનડે મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી માત આપી હતી.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આજની બીજી વનડે મેચ (19 માર્ચે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ્સ પર કરવામાં આવીશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
કેવી છે બન્ને ટીમોની સ્કવૉડ ?
ભારતીય ટીમ -
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયન ટીમ -
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.