શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતને ધોનીની ખોટ સાલી, પંતને સમજ ના હોવાથી ભારતે 19 ઓવરમાં વેડફ્યા ત્રણેય રીવ્યુ, શું ચૂકવી આકરી કિંમત ?
ભારતને 131 રનની લીડ લીધી હોવાથી ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારવાના હેતુથી ભારતે 19 ઓવરમાં જ ત્રણ રિવ્યૂ વેડફી નાંખ્યા હતા.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાએ ટી લંચ વખતે બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 65 રન બનાવી લીધા છે.
ભારતે 131 રનની લીડ લીધી હોવાથી ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારવાના હેતુથી 19 ઓવરમાં જ ત્રણ રિવ્યૂ વેડફી નાંખ્યા હતા. આ દરમિયાન ભારતને ધોનીની ખોટ સાલતી હોય તેમ લાગી રહ્યું છે. ક્રિકેટ એક્સપર્ટના મતે પંતને સમજ ના હોવાથી ભારતે 19 ઓવરમાં જ ત્રણેય રિવ્યૂ લીધા હતા. તેમાં પણ ડેબ્યૂ મેન સિરઝે અતિ ઉત્સાહમાં આવી જઈ અંતિમ ક્ષણે રિવ્યૂ લીધો હતો. જોકે એકેય રિવ્યૂ ભારતના પક્ષમાં રહ્યા નહોતા.
હાલ સ્મિથ અને વેડ રમી રહ્યા છે. આ ઉપરાંત જેમ ઇનિંગ આગળ વધશે તેમ ભારત પર દબાણ સર્જાશે. પરંતુ ભારત પાસે રિવ્યૂ ન હોવાથી જો હવે કોઇ બેટ્સમેન આઉટ હશે અને એમ્પાયર નોટ આઉટ આપશે તો પણ કંઇ કરી નહીં શકે.
CM રૂપાણીની દીકરી-જમાઈ-દોહિત્ર ક્યા દેશમાંથી આવ્યા ? એરપોર્ટ પર જ કરાયા કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યું રીઝલ્ટ ?
India vs Australia: બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની વધી ચિંતા, આ ખેલાડી થયો ઇજાગ્રસ્ત, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion