IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા  દિવસે ટી બ્રેક બાદની રમત શરૂ થઈ ગઈ છે. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 288 રન છે. પંત 97  રન બનાવી આઉટ થયો હતો.પુજારા 77 રન બનાવી આઉટ થયો હતો.

આ દરમિયાન પુજારાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. પુજારા ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન બનાવનારો ભારતનો 11મો ક્રિકેટર બન્યો હતો. પુજારાએ કરિયરની 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પુજારા 18 સદી અને 26 અડધી સદી લગાવી ચુક્યો છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન નોટઆઉટ છે.



ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ

શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની