નોટિંઘમઃ ભારત ઈને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે પ્લેઇંગ ઈલેવનમાં ભારતના સૌથી અનુભવી બોલર ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિનને સમાવ્યા નથી. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓ સહિત કોમેન્ટેટર્સને પણ આશ્ચર્ય થયું છે. કોહલીએ અશ્વિનના સ્થાને જાડેજા અને ઈશાંતના બદલે સિરાજને તક આપી છે.


પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, લોકેશ રાહુલ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન),  રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ






પૂજારાની સ્ટાઇલ પર વિશ્વાસ રાખોઃ ગાવસ્કર


દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે ફરી એક વખત રાજકોટના બેટસમેન ચેતેશ્વર પૂજારાની તરફેણ કરી છે. બે વર્ષથી પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી ત્યારે ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી શૈલીથી આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાનુ આગવુ સ્થાન ઉભુ કર્યુ છે. તેણે આ સ્ટાઈલ પર વિશ્વાસ રાખવો પડશે.જો ટીમ મેનેજમેન્ટને પૂજારા જે પ્રકારે બેટિંગ કરે છે તેના પર વિશ્વાસ ના હોય તો બીજા કોઈને અજમાવી લેવા પર વિચાર કરવો જોઈએ. ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી બેટિંગ શૈલી માટે મહેનત કરી છે. તે એક છેડો સાચવી રાખે છે અને તેના કારણે બીજા ખેલાડી પાસે પોતાના શોટ રમવાનો મોકો હોય છે. કારણકે તેને ખબર હોય છે કે, સામેનો છેડો પૂજારા સાચવી લેશે. મને લાગે છે કે, પૂજારાએ પોતાના પર વિશ્વાસ રાખીને તેને જે શ્રેષ્ઠ લાગે તે પ્રકારે બેટિંગ કરવી પડશે. ભારત માટે તેણે શાનદાર દેખાવ ભૂતકાળમાં કર્યો છે.


ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ



  • પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ

  • બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન

  • ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્લી, લીડ્સ

  • ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ

  • પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર