IND vs ENG Semi Final: ભારત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું, ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું

ભારત અને ઇંગ્લેન્ડ  T20 વર્લ્ડ કપ 2026ની બીજા સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.

gujarati.abplive.comLast Updated: 05 Mar 2026 10:55 PM

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને ઇંગ્લેન્ડ  T20 વર્લ્ડ કપ 2026ની બીજા સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. ભારતે બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે ઇંગ્લેન્ડ...More

IND vs ENG Semi Final Full Highlights: ભારતે સેમિફાઇનલ 7 રનથી જીતી

ભારતે 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું. ટીમ ઇન્ડિયા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. સેમિફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 246 રન જ બનાવી શક્યું હતું. ભારતે સેમિફાઇનલ 7 રનથી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ માટે જેકબ બેથેલે 48 બોલમાં 105 રન બનાવ્યા હતા, પરંતુ તે ઇંગ્લેન્ડને જીત અપાવી શક્યો નહીં.  ઇંગ્લેન્ડે મેચમાં જોરદાર લડત આપી હતી, પરંતુ જસપ્રીત બુમરાહે 16મી ઓવરમાં 8 રન અને 18મી ઓવરમાં 6 રન આપીને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી.