India vs England 3rd ODI:  લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી વનડે ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સિરીઝનો નિર્ણાયક મુકાબલો છે. સિરીઝ અત્યારે 1-1 થી બરાબર છે. શુભમન ગિલ એન્ડ ટીમે પહેલી મેચમાં જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં યજમાન ટીમે બાજી મારી હતી. હવે ત્રીજી મેચ સિરીઝ ડિસાઇડર છે, જેના પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે.

Continues below advertisement

 

Continues below advertisement

વોશિંગ્ટન સુંદર બીજી વનડેમાં પણ ઈજાથી ઝઝૂમતો જોવા મળ્યો હતો, તેમણે બોલિંગ પણ કરી ન હતી. ટીમને પણ આનું નુકસાન ભોગવવું પડ્યું હતું. ભારતની ટીમમાં પહેલાથી જ ઘણા ઓલરાઉન્ડર્સ ઈજાગ્રસ્ત છે, હવે વોશિંગ્ટનની ઈજાએ ચિંતામાં વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટન ત્રીજી અને નિર્ણાયક વનડેમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો...રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

હાર્દિક પંડ્યા અને નિતીશ કુમાર રેડ્ડીના રૂપમાં ભારતના 2 મુખ્ય ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત છે. હાર્દિક IPL 2026 માં ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે નિતીશ અફઘાનિસ્તાન સામેની સિરીઝ દરમિયાન ટ્રેનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો.

ભારતીય સ્ક્વોડ 

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.            

ઇંગ્લેન્ડની સ્ક્વોડ 

હેરી બ્રુક (કેપ્ટન), લિયામ ડોસન, આદિલ રશીદ, જોસ બટલર (વિકેટકીપર), ટોમ બેન્ટન (વિકેટકીપર), જો રૂટ, બેન ડકેટ, જોફ્રા આર્ચરે, સાકિબ મહમૂદ, બ્રાયડન કાર્સ, સેમ કરન, જોશ ટંગ, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જેમ્સ કોલ્સ, જેકબ બેથેલ, રેહાન અહેમદ.          

ક્યાં LIVE જોવી ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે:                    

ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે રવિવાર, 19 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, 3:00 વાગ્યે ટોસ થશે. મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ પર થશે.