શોધખોળ કરો

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

India vs England: કેપ્ટન શ્રેયસ ઐયરે 49 બોલમાં અણનમ 80 રનની મદદથી ટીમને 7 વિકેટે 158 રનનો વિશાળ સ્કોર આપ્યો. ઇંગ્લેન્ડે 159 રનનો લક્ષ્યાંક 43 બોલ બાકી રહેતાં ફક્ત એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી 158 રન બનાવ્યા.
  • કેપ્ટન શ્રેયસ ઐયરે 49 બોલમાં અણનમ 80 રન કર્યા.
  • ઇંગ્લેન્ડે ફક્ત એક વિકેટે 159 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
  • બ્રુક, સોલ્ટે અર્ધસદી ફટકારી ઇંગ્લેન્ડને શ્રેણીમાં જીત અપાવી.

India vs England:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની ચોથી મેચ આજે (9 જુલાઈ) બ્રિસ્ટલમાં રમાઈ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન શ્રેયસ ઐયરે 49 બોલમાં અણનમ 80 રનની મદદથી ટીમને 7 વિકેટે 158 રનનો વિશાળ સ્કોર આપ્યો. ઇંગ્લેન્ડે 159 રનનો લક્ષ્યાંક 43 બોલ બાકી રહેતાં ફક્ત એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

ઇંગ્લેન્ડ માટે કેપ્ટન હેરી બ્રુકે 35 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે પણ 42 બોલમાં 59 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે જોસ બટલરની એકમાત્ર વિકેટ ગુમાવી હતી. જે 8 બોલમાં આઠ રન બનાવ્યા બાદ ઇનિંગના ત્રીજા ઓવરમાં અર્શદીપ સિંહની ઓવરમાં વિકેટકીપર ઇશાન કિશનને કેચ આપી બેઠો હતો. જ્યારે બટલર આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 13 હતો.

બ્રિસ્ટલમાં વિજય બાદ ઇંગ્લેન્ડે સાઉધમ્પ્ટનમાં રમવાની બાકી રહેલી પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. એ નોંધનીય છે કે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ ટી-20 જીતી શકી નથી.

કેપ્ટન શ્રેયસે ભારત માટે સંઘર્ષ કર્યો

આ મેચમાં કેપ્ટન શ્રેયસ ઐયરે ભારત માટે સંઘર્ષ કર્યો, તેણે 49 બોલમાં 80 રન બનાવ્યા. શિવમ દુબેએ તેમને અમુક હદ સુધી ટેકો આપ્યો. ઈંગ્લેન્ડ માટે જોશ ટંગ અને જોફ્રા આર્ચરે બે-બે વિકેટ લીધી, જ્યારે વિલ જેક્સ અને આદિલ રશીદે એક-એક વિકેટ લીધી.

શરૂઆત ફરી ખરાબ રહી હતી. વૈભવ સૂર્યવંશીએ કેટલાક સારા શોટ રમ્યા બાદ જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આવેલા ઈશાન કિશન પણ સારી બેટિંગ કરી શક્યો નહીં અને તેણે જોશ ટંગના બોલ પર સેમ કુરન દ્વારા કેચ આઉટ થયા પહેલા ફક્ત 4 રન બનાવ્યા. અભિષેક કેપ્ટન શ્રેયસ ઐયર સાથે સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તે પણ 14 રનમાં આદિલ રશીદના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો જેના કારણે ભારતનો સ્કોર 48/3 થયો.

શિવમ દુબે (22) એ કેપ્ટન ઐયર સાથે 53 રનની ભાગીદારી કરી પરંતુ વિલ જેક્સના બોલ પર સિક્સર ફટકારવાનો પ્રયાસ કરતી વખતે તે ટોમ બેન્ટનના હાથે કેચ આઉટ થયો. તિલક વર્મા પણ ખાસ કંઈ કરી શક્યો નહીં, અંતિમ ઓવરમાં ઝડપથી રમવાનો પ્રયાસ કરતા અને જોશ ટંગનો શિકાર બન્યો હતો. આ મેચમાં સામેલ વોશિંગ્ટન સુંદર પણ કંઈ કરી શક્યો નહીં, અંતિમ ઓવરમાં જોફ્રા આર્ચરને ફક્ત 5 રનમાં આઉટ થયો. અક્ષર પટેલ પણ અંતિમ ઓવરમાં ફક્ત 1 રન માટે રન આઉટ થયો.

Frequently Asked Questions

આ મેચ પછી શ્રેણીની વર્તમાન સ્થિતિ શું છે?

બ્રિસ્ટલમાં વિજય મેળવીને ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. હજુ સાઉધમ્પ્ટનમાં રમવાની બાકી રહેલી મેચો છે.

ભારતીય ટીમ માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા?

કેપ્ટન શ્રેયસ ઐયરે 49 બોલમાં અણનમ 80 રન બનાવીને ભારતીય ટીમને 158 રનનો વિશાળ સ્કોર આપ્યો હતો. તેણે એકલા હાથે સંઘર્ષ કર્યો.

ઇંગ્લેન્ડના વિજયમાં કયા ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું?

ઇંગ્લેન્ડ માટે કેપ્ટન હેરી બ્રુકે 35 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે પણ 42 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું હતું.

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે?

આ લેખ મુજબ, શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ ટી-20 જીતી શકી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget