ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે બીજી ઈનિંગમાં 5 વિકેટ ખેરવી હતી અને પ્રથમ ઈનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. મેચમાં તેણે કુલ 7 વિકેટ ઝડપી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં અક્ષરે શાનદાર દેખાવ કર્યો હતો. તે ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં 5 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો હતો.
વીવી કુમારે 1960-61માં પાકિસ્તાન સામે 64 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને તે પ્રથમ બોલર બન્યો હતો. જે બાદ 1979-80માં સુશીલ દોષીએ ઓસ્ટ્રેલિયા સામે 103 રનમાં 6, 1987-88માં નરેન્દ્ર હીરવાણીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ઈનિંગમાં 61 રનમાં 8 અને બીજી ઈનિંગમાં 75 રનમાં 7, 2008-09માં અમિત મિશ્રાએ ઓસ્ટ્રેલિયા સામે 71 રનમાં 5, 2011-12માં અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે 47 રનમાં 6 વિકેટ ઝડપી હતી
અક્ષર કરિયરની પ્રથમ વિકેટ જો રૂટની ઝડપી હતી. પ્રથમ ટેસ્ટમાં જો રૂટ ભારતની હારનું કારણ બન્યો હતો. બીજી ઈનિંગમાં પણ અક્ષરે રૂટને આઉટ કર્યો હતો.