IND Vs ENG: અંતિમ ટેસ્ટમાં બુમરાહનું સ્થાન લેશે આ ખેલાડી, આવી હોઇ શકે છે Playing 11
India vs England 4th Test Update: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Continues below advertisement

(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વવીટર)
અમદાવાદઃ ભારત સામે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી પાછળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી જીત બાદ ભારતીય ટીમ ચાલુ વર્ષે રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પ્રબળ બની છે. જસપ્રીત બુમરાહે વ્યક્તિગત કારણોને લીધે ચોથી ટેસ્ટ મેચ પહેલા બીસીસીઆઈને ભારતની ટીમમાં મુકત કરવા વિનંતી કરી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયામાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.
બુમરાહ નહીં રમવાના કારણે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજની વાપસીની સંભાવના વધી ગઈ છે. બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો ત્યારે સિરાજ પ્લેઇંગ ઇલેવનમાં હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં તેણે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
ઉમેશ યાદવ પણ ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. ઘરેલુ મેદાન પર તેનો શાનદાર દેખાવ છે. આ સિવાય જો હાર્દિક પંડ્યા 8 થી 10 ઓવરના સ્પેલ માટે તૈયાર હશે તો તેને પણ મોકો આપવામાં આવી શકે છે. હાર્દિક ટીમમાં આવવાથી બેટિંગ ઓર્ડર મજબૂત બનશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ/ઉમેશ યાદવ
Continues below advertisement