237 રનના સ્કોર પર ઈશાંત શર્માની 9મી વિકેટ પડી ત્યારે સદી પૂરી કરવા અશ્વિનને 18 રનની જરૂર હતી. પરંતુ આ દરમિયાન બધાની નજર મોહમ્મદ સિરાજ પર હતી. તેણે ન માત્ર અશ્વિનને સદી કરવાની તક આપી પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. સિરાજે બે તોતિંગ છગ્ગા સાથે અણનમ 16 રન બનાવ્યા હતા.
સિરાજે સ્ટ્રેઇટમાં ફટકારેલી સિક્સર જોઈને વિરાટનું તો મોં જ ખુલ્લુ રહી ગયું હતું. જ્યારે પંત પણ દંગ રહી ગયો હતો.