rohit sharma virat kohli: સતત 6 શરમજનક હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ આખરે એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 6 વિકેટે શાનદાર જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ લીધી છે. આ જીત સાથે જ કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કરી દીધું છે કે ટીમનું લક્ષ્ય હવે 2027 નો વનડે વર્લ્ડ કપ છે અને આ માટે પ્લેઈંગ 11 માં નવા પ્રયોગો કરવામાં આવશે. એવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું બીજી વનડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને બેન્ચ પર બેસાડીને યુવાઓને તક આપવામાં આવશે?

Continues below advertisement

હારની હારમાળા તૂટી, મિડલ ઓર્ડરે બતાવ્યો દમ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતને ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણીમાં 0-4 અને આયર્લેન્ડ સામે 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વનડે સિરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. પ્રથમ મેચની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન ગિલે મિડલ ઓર્ડરના વખાણ કરતા કહ્યું કે, "જ્યારે તમારા મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેનો જવાબદારી ઉપાડીને રન બનાવે છે અને મેચ જિતાડે છે, ત્યારે એક કેપ્ટન અને ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે તમારો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે."

Continues below advertisement

રોહિત-વિરાટનું બેટ શાંત રહ્યું

મેચના રણનીતિ વિશે વાત કરતા ગિલે જણાવ્યું કે, "અમને અમારી બેટિંગ લાઈન-અપ પર એટલો વિશ્વાસ હતો કે જો ટાર્ગેટ 320 નો હોત તો પણ અમે પહેલા બોલિંગ કરવાનું જ પસંદ કરત." જોકે, ભારતની જીત છતાં આ મેચમાં રોહિત અને વિરાટનું બેટ શાંત રહ્યું હતું. રોહિત માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે વિરાટ કોહલી જોફ્રા આર્ચરના એક બોલ પર શાનદાર બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તરત જ આગલા બોલ પર માત્ર 5 રનના સ્કોરે LBW આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

2027 વર્લ્ડ કપ માટે નવો પ્લાન અને રોટેશન પોલિસી

હવે સૌથી મોટો સવાલ પ્લેઈંગ 11 ના કોમ્બિનેશનનો છે. ગિલનું માનવું છે કે 2027 ના વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડનો આ પ્રવાસ નવા ખેલાડીઓને અજમાવવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. રિપોર્ટ્સ મુજબ, BCCI તમામ ખેલાડીઓનું ફોર્મ ચકાસવા માટે હવે રોટેશન પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ગિલે ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, "અમે બોલિંગ અને બેટિંગ બંનેમાં અલગ-અલગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. ઈંગ્લેન્ડની પિચ અને વાતાવરણ દક્ષિણ આફ્રિકા (જ્યાં 2027 નો વર્લ્ડ કપ રમાવાનો છે) જેવું જ છે. શરૂઆતમાં અહીં નવા બોલથી રન બનાવવા મુશ્કેલ છે કારણ કે બોલ સ્વિંગ થાય છે, પરંતુ બાદમાં વિકેટ રમવા લાયક બની જાય છે. જો આપણે આવી મુશ્કેલ પીચો પર નવા કોમ્બિનેશન સેટ કરી શકીએ, તો ભવિષ્યમાં તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે."

આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ