IND vs IRE Live Streaming: ભારત અને આયરલેન્ડ વચ્ચે 3 મેચની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ આજે 20 ઓગસ્ટ, રવિવારના રોજ રમાશે. અગાઉ પ્રથમ ટી20 મેચમાં ભારતે ડકવર્થ લૂઈસ નિયમથી 2 રને જીત મેળવી હતી. હવે આજની બીજી ટી20 ડબલિનના ધ વિલેજમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ સીરીઝમાં 2-0ની લીડ મેળવવા પ્રયાસ કરશે. 


ક્યાં રમાશે મેચ ?
ભારત અને આયરલેન્ડ વચ્ચે બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચ ડબલિનના ધ વિલેજમાં રમાશે. 


ક્યારે થશે મેચની શરૂઆત ?
ભારત અને આયરલેન્ડની વચ્ચે રમાનારી બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર, સાંજે 7:30 વાગ્યાથી થશે. વળી, ટૉસ 7 વાગે થશે.


ટીવી પર કઇ રીતે જોઇ શકાશે લાઇવ ?
ભારત અને આયરલેન્ડની બીજી ટી20 મેચને ભારતમાં ટીવી પર સ્પૉર્ટ્સ-18 નેટવર્ક દ્વારા લાઇવ પ્રસારિત કરવામાં આવશે. 


કઇ રીતે જોઇ શકાશે સ્ટ્રીમિંગ ?
ભારત અને આયરલેન્ડની વચ્ચે રમાનારી બીજી ટી20 મેચને જિયોસિનેમા એપ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. 


ટી20 ઇન્ટરનેશનલમાં ભારત અને આયરેલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ - 
ભારત અને આયરલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતે તમામમાં જીત મેળવી છે. આયરલેન્ડ અત્યાર સુધી ભારત સામે એક પણ ટી20 ઈન્ટરનેશનલ મેચ જીતી શક્યું નથી.


ટી20 સીરીઝ માટે ભારતીય સ્ક્વૉડ - 
યશસ્વી જાયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રવિ બિશ્નોઈ, આવેશ ખાન, જીતેશ શર્મા, મુકેશ કુમાર, શાહબાઝ અહેમદ.


ટી20 સીરીઝ માટે આયરલેન્ડની સ્ક્વૉડ - 
એન્ડ્રુ બાલ્બિર્ની, પૉલ સ્ટર્લિંગ (કેપ્ટન), લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યૉર્જ ડૉકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ, ફિઓન હેન્ડ, થિયૉ વાન વૂરકૉમ, ગેરેથ ડેલની, રૉસ અડાયર.