શોધખોળ કરો

કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં DLS હેઠળ જીત અપાવી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને 185 રનમાં ઓલઆઉટ કર્યું.
  • અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી, સીફર્ટે 38 રન બનાવ્યા.
  • વરસાદથી DLS ટાર્ગેટ મળ્યો, રોહિત શર્મા વહેલો આઉટ.
  • કોહલીના 74 રન અને ગિલની ભાગીદારીથી ભારત જીત્યું.

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બુધવારે (04 નવેમ્બર) ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડેમાં DLS હેઠળ 5 વિકેટે જીત પોતાના નામે કરી. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં વરસાદનું વારંવાર વિઘ્ન જોવા મળ્યું, જેના કારણે ચેઝમાં ટીમ ઈન્ડિયાને ડકવર્થ-લુઈસ-સ્ટર્ન એટલે કે DLS હેઠળ સુધારેલો ટાર્ગેટ (32 ઓવરમાં 143) આપવામાં આવ્યો. ચેઝમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રનની સૌથી મોટી ઈનિંગ્સ રમી, જેમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.

 

ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ 40.2 ઓવરમાં માત્ર 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમ માટે ઓપનર ટિમ સીફર્ટે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 38 રનની સૌથી મોટી ઈનિંગ્સ રમી. આ સિવાય 11મા નંબરે ઉતરેલા બ્લેર ટિકનરે 34 રનની ઈનિંગ્સ રમીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેના દમ પર ટીમે 150 રનનો આંકડો પાર કર્યો. આ દરમિયાન ભારત માટે અર્શદીપ સિંહે સૌથી વધુ 4 વિકેટ લીધી.

આ પણ વાંચો...વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો

ચેઝમાં ટીમ ઇન્ડિયાની કમાલ, એકતરફી મળી જીત

ચેઝમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઓવરમાં રોહિત શર્મા (00) આઉટ થઈ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 113 (104 બોલ) રનની ભાગીદારી કરી. ટીમન બીજો ઝટકો 114 રનના સ્કોર પર લાગ્યો, જ્યારે ગિલ આઉટ થયો. ગિલે 56 બોલમાં 5 ચોગ્ગા લગાવીને 37 રન બનાવ્યા. થોડી વાર પછી વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યા. 124 રન પર ત્રીજી વિકેટ પડી. ત્યાર બાદ બેટિંગ માટે આવેલ અક્ષર પટેલ પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. 124 રન પર ચોથો બેટ્સમેન પણ આઉટ થઈ ગયો.

 

આગળ વધતા 136 રન પર ટીમની પાંચમી વિકેટ પડી, જ્યારે શ્રેયસ અય્યર (15) આઉટ થયો. પછી કે.એલ. રાહુલ (03) અને નમન ધીરે (05) છઠ્ઠી વિકેટ માટે 7 (6 બોલ) રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીતની રેખા પાર કરાવી દીધી. ભારતે 22.5 ઓવરમાં ટાર્ગેટ હાસિલ કરી લીધો.                                                

Frequently Asked Questions

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે કોણ જીત્યું?

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે DLS હેઠળ 5 વિકેટે જીતી લીધી. વરસાદના કારણે સુધારેલો ટાર્ગેટ ભારતે 22.5 ઓવરમાં હાંસલ કર્યો.

આ મેચમાં ભારતીય ટીમને DLS હેઠળ કેટલો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો?

ઓકલેન્ડમાં વરસાદના વિઘ્નને કારણે ભારતીય ટીમને DLS હેઠળ 32 ઓવરમાં 143 રનનો સુધારેલો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

ભારત માટે આ મેચમાં સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા?

ચેઝમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રનની સૌથી મોટી ઈનિંગ્સ રમી. જેમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.

ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ કયા બોલરે લીધી?

ન્યુઝીલેન્ડની બેટિંગ દરમિયાન ભારતીય ટીમ માટે અર્શદીપ સિંહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
Advertisement

વિડિઓઝ

Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમ મુદ્દે ચાર રાજ્યના વિવાદ પર મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget