નવી દિલ્હીઃન્યૂઝિલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. મેચ જીતવા માટે મળેલા 133 રનના ટાર્ગેટની સામે  ટીમ ઇન્ડિયાએ 17.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 135 રન બનાવી મેચ જીતી લીધી હતી. લોકેશ રાહુલે અણનમ 57 રન ફટકાર્યા હતા. તે સિવાય શ્રેયસ ઐય્યરે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને  લોકેશ રાહુલની જોડીએ સારી શરૂઆત અપાવી હતી પરંતુ રોહિત સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે ફક્ત આઠ રન બનાવી આઉટ થયો હતો. ટીમ સાઉદીએ રોહિત શર્માને પ્રથમ જ ઓવરમાં રોસ ટેલરના હાથે તેને કેચ આઉટ કરાવી ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝટકો અપાવ્યો હતો. બાદમાં વિરાટ કોહલી  11 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી ટીમ સાઉથીએ


આ અગાઉ  ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 132 રન બનાવી શકી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તે સિવાય ટિમ સેફર્ટે અણનમ 33 રન ફટકાર્યા હતા. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. તે સિવાય બુમરાહ, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 9.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી 60 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 33 અને શ્રેયસ ઐય્યર 8 રને રમતમાં છે.

આ રીતે પડી વિકેટ

-10.2 ઓવર ગ્રેન્ડહોમ 2 રન બનાવી જાડેજાની ઓવરમાં કોટ એન્ડ કેચ આઉટ થયો

-8.4 ઓવર કોલિન મુનરો 26 રન બનાવી શિવમ દુબેની ઓવરમા કોહલીના હાથે કેચ આઉટ થયો

-5.6 ઓવર માર્ટિન ગપ્ટિલ 33 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કોહલીને કેચ આપી બેઠો

Team Indiaમાં નથી કોઈ બદલાવ

ભારતીય ટીમમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાંચ ટી-20 મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી લીડ કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 મેચ છ વિકેટથી જીતી હતી.

સીરિઝમાં ભારત 1-0થી છે આગળ

ભારત માટે ન્યૂઝિલેન્ડના પ્રવાસની શરૂઆત સારી રહી છે જેમાં ટીમે પ્રથમ ટી-20 મેચમાં 204 રનનો ટાર્ગેટ હાંસલ કરીને પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી. ન્યૂઝિલેન્ડ જો આજની મેચ હારી જાય છે તો તેના માટે સીરિઝની આગામી મેચ મુશ્કેલીભરી રહેશે.