ચોથી ટી-20 મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડને જીત માટે 166 રનની જરૂર હતી પરંતુ ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 165 રન બનાવી શકી હતી. જેના કારણે મેચ ટાઇ થઇ હતી
જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવતા, માર્ટિન ગપ્ટિલને 4 રને આઉટ કર્યો હતો.
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા, મનિષ પાંડેએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરતાં 36 બૉલમાં 50 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. મનિષ પાંડેની ફિફ્ટીના કારણે જ ભારત કિવી ટીમને મોટો ટાર્ગેટ આપી શકી હતી.
ભારતને પહેલો ઝટકો લાગ્યો, સંજુ સેમસનને કિવી બૉલર કુગેલનને 8 રનના અંગત સ્કૉરે સેન્ટનરના હાથમાં ઝીલાવી દીધો.
કિવી બૉલરે બેન્નેટે ભારતીય કેપ્ટનને 11 રને આઉટ કર્યો હતો, સેન્ટનરે સંજુ બાદ કોહલીનો પણ કેચ પકડ્યો હતો.
કોહલી બાદ શ્રેયસ અય્યરને 1 રને સોઢીએ પોતાનો શિકાર બનાવ્યો, સોઢીના બૉલ પર સ્ટમ્પની પાછળ ટિમ સેઇફર્ટના હાથમી ઝીલાઇ ગયો હતો. બાદમાં રાહુલે 9મી ઓવરમાં 39 રન બનાવીને મિસેલ સેન્ટનરના હાથમાં કેચ આપી બેઠો હતો.
આજની ચોથી ટી20માં ભારતીય કેપ્ટન કોહલીએ ટીમમાં ત્રણ મોટા ફેરફારો કર્યા છે, આ ફેરફારો યુવા ખેલાડીને મોકો આપવામાં માટે કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્માની જગ્યાએ સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજાની જગ્યાએ વૉશિંગટન સુંદર અને મોહમ્મદ શમીની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સળંગ ત્રણ ટી20 હારેલી કિવી ટીમ માટે આજની મેચ ઘરઆંગણે લાજ બચાવવા માટે મહત્વની છે. જ્યારે ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને સીરીઝમાં વધુ એક જીત પોતાના નામે કરવાની છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મેચોની ટી20 સીરીઝમાં ભારત 3-0 થી જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂક્યુ છે.
બન્ને ટીમો
ભારતઃ સંજુ સેમસન, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની.
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, કૉલિન મુનરો, ટૉમ બ્રૂસ, રૉસ ટેલર, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), ડેરી મિશેલ, મિશેલ સેન્ટનર, સ્કૉટ કુગેલેન, ટિમ સાઉથી (કેપ્ટન), ઇશ સોઢી, હેમિશ બેન્નેટ.