India vs New Zealand 1st ODI: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે, આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ સીરીઝમાં બન્ને ટીમો જીત માટે બરાબરની દાવેદાર છે. જોકે આ પહેલા જાણી લઇએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ, બન્નેની કેવી છે ફૂલ સ્ક્વૉડ, કયા કયા ખેલાડીઓનો થયો છે અને કોણ છે કેપ્ટન અને ઉપકેપ્ટન. જાણો....
ભારત અને ન્યૂઝીલેન્ડની વનડેની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય વનડે ફૂલ સ્ક્વૉડ -
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શ્રીકર ભરત (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહેમદ, શુભમન ગીલ,, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, સૂર્યકુમાર યાદવ.
ન્યૂઝીલેન્ડની વનડે ફૂલ સ્ક્વૉડ -
ટૉમ લાથમ (કેપ્ટન), ફિન એલન, ડગ બ્રાસવેલ, માઇકલ બ્રાસવેલ, માર્ક ચેપમેન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), જેકૉબ ટફી, લૉકૂ ફર્ગ્યૂસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લે, ઇશ સોઢી.
ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમો છે ફૉર્મમાં -
ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમો અત્યારે વનડે ઇન્ટરનેશનલમાં ફૉર્મમાં ચાલી રહી છે, કિવી ટીમની વાત કરીએ તો, હાલમાં જ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનની ટીમને વનડે સીરીઝમાં ધુલાઇ કરી છે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને તેમના જ ઘરઆંગણે પાકિસ્તાનને સીરીઝમાં 2-1થી આપી આપી છે, તો વળી, બીજીબાજુ ભારતીય ટીમની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં શ્રીલંકાને વનડે સીરીઝમાં 3-0થી વ્હાઇટ વૉશ સાથે હાર આપીને દમ બતાવ્યો છે. આજે બન્ને ટીમો વચ્ચે જોરદાર જંગ જામી શકે છે.