નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ટી- 20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ ચાર વખત 200થી વધારે રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની ટીમ આવે છે જેણે બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારબાદ સાઉથ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઇગ્લેન્ડ઼ અને કતારે એક-એક વખત 200 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

ભારતે શુક્રવારે ઓકલેન્ડમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 204 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો અને એક જ ઓવર બાકી રહેતા જીત હાંસલ કરી હતી. આ ભારતનો ત્રીજો સૌથી મોટો સફળ ચેઝ છે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ 2019માં હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 208 રનનો પીછો કરતા જીત હાંસલ કરી હતી.


2009માં ટીમ ઇન્ડિયાએ મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ 207 રનનો લક્ષ્ય સફળાપૂર્વક પાસ કર્યો હતો અને તે સિવાય 2013માં ભારતે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે 202 રનના લક્ષ્યને ચેઝ કરી જીત હાંસલ કરી હતી. તે સિવાય ટીમ ઇન્ડિયાએ 2018માં બ્રિસ્ટલમાં ઇગ્લેન્ડ વિરુદ્ધ 199 તથા 2016માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 198 રનનો લક્ષ્યનો પીછો કરતા જીત મેળવી હતી.