એશિયા કપ 2025: ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો આ ગ્રાઉન્ડ પર રમાશે, ACCની મોટી જાહેરાત
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ અને મેચના સ્થળોની જાહેરાત કરી દીધી છે, જે મુજબ બંને ટીમો વચ્ચેનો મુકાબલો 14 સપ્ટેમ્બર ના રોજ દુબઈના મેદાન પર થશે.

India vs Pakistan 2025: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે! એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એશિયા કપ 2025નું સમયપત્રક અને મેચ સ્થળોની જાહેરાત કરી છે. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બર ના રોજ દુબઈના મેદાન પર રમાશે. રાજકીય તણાવના કારણે ભારત આ ટુર્નામેન્ટનું યજમાન હોવા છતાં, મેચો તટસ્થ સ્થળોએ યોજાઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી દુબઈ અને અબુ ધાબીના મેદાનો પર રમાશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત તેની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બર ના રોજ યુએઈ સામે દુબઈમાં રમશે, જ્યારે પાકિસ્તાન સામેની મેચ પણ દુબઈમાં જ થશે. ભારત તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ 19 સપ્ટેમ્બર ના રોજ ઓમાન સામે અબુ ધાબીમાં રમશે.
એશિયા કપનું માળખું
એશિયા કપ 2025 માં કુલ 8 ટીમો ભાગ લેશે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજની મેચો બાદ ટોચની 4 ટીમો સુપર-ફોર માટે ક્વોલિફાય થશે, અને ત્યાંથી પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઈનલ મેચ રમશે. ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બર ના રોજ દુબઈમાં રમાશે.
🚨 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 🚨#ACCMensAsiaCup2025 confirmed to be hosted in Dubai and Abu Dhabi! 🏟️
— AsianCricketCouncil (@ACCMedia1) August 2, 2025
The continent’s premier championship kicks off on 9th September 🏏
Read More: https://t.co/OhKXWJ3XYD#ACC pic.twitter.com/TmUdYt0EGF
ભારત-પાકિસ્તાન મેચ અને અન્ય સ્થળો
ભારત ભલે આ ટુર્નામેન્ટનું યજમાન હોય, પરંતુ બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે મેચો તટસ્થ સ્થળોએ યોજાઈ રહી છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બર ના રોજ દુબઈમાં યુએઈ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બર ના રોજ બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન મેચ પણ દુબઈમાં જ રમાશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બર ના રોજ ઓમાન સામે અબુ ધાબીમાં રમશે. ટૂર્નામેન્ટની તમામ મેચો દુબઈ અને અબુ ધાબીના મેદાનો પર યોજાશે.
એશિયા કપ 2025 નું સંપૂર્ણ સમયપત્રક
ગ્રુપ સ્ટેજ:
- 9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન vs હોંગકોંગ, અબુ ધાબી
- 10 સપ્ટેમ્બર: ભારત vs યુએઈ, દુબઈ
- 11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs હોંગકોંગ, અબુ ધાબી
- 12 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs ઓમાન, દુબઈ
- 13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs શ્રીલંકા, અબુ ધાબી
- 14 સપ્ટેમ્બર: ભારત vs પાકિસ્તાન, દુબઈ
- 15 સપ્ટેમ્બર: શ્રીલંકા vs હોંગકોંગ, અબુ ધાબી
- 15 સપ્ટેમ્બર: યુએઈ vs ઓમાન, દુબઈ
- 16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન, અબુ ધાબી
- 17 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs યુએઈ, દુબઈ
- 18 સપ્ટેમ્બર: શ્રીલંકા vs અફઘાનિસ્તાન, અબુ ધાબી
- 19 સપ્ટેમ્બર: ભારત vs ઓમાન, અબુ ધાબી
સુપર ફોર શેડ્યૂલ
- 20 સપ્ટેમ્બર: B1 vs B2, દુબઈ
- 21 સપ્ટેમ્બર: A1 vs A2, દુબઈ
- 23 સપ્ટેમ્બર: A2 vs B1, અબુ ધાબી
- 24 સપ્ટેમ્બર: A1 vs B2, દુબઈ
- 25 સપ્ટેમ્બર: A2 vs B2, દુબઈ
- 26 સપ્ટેમ્બર: A1 vs B1, દુબઈ
ફાઈનલ
- 28 સપ્ટેમ્બર: ફાઇનલ મેચ, દુબઈ




















