Abhishek Sharma Net Worth: ભારતના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા એશિયા કપમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે ધ્યાન ખેંચી રહ્યો છે. ચાહકો હવે તેની કુલ સંપત્તિ જાણવામાં પણ રસ ધરાવે છે. અભિષેક શર્માએ એશિયા કપ 2025માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને સમગ્ર એશિયા કપમાં તેનું વર્ચસ્વ રહ્યું છે.

Continues below advertisement

અભિષેક શર્મા 2025 એશિયા કપમાં ઓમાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ત્રણ અડધી સદી ફટકારી ચૂક્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, અભિષેકે લગભગ 208 ના સ્ટ્રાઇક રેટથી સ્કોર કર્યો છે. શર્મા એશિયા કપ 2025 માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 17 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા IPLમાંથી વાર્ષિક સૌથી વધુ કમાણી કરે છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. હૈદરાબાદે તેને IPL 2025 માં ₹14 કરોડમાં રિટેન કર્યો હતો.

અભિષેક શર્માને BCCI તરફથી ગ્રેડ-C સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેના દ્વારા તેમને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ વાર્ષિક લાખો રૂપિયા કમાય છે. અભિષેક શર્મા વૈભવી જીવન જીવે છે. તેમની પાસે અનેક વૈભવી કાર અને ઘડિયાળો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ આશરે ₹30 કરોડ છે.

Continues below advertisement

અભિષેક શર્મા 'સિક્સર કિંગ' છે ભારતના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે, અને તેને 6 ઇનિંગમાં 309 રન ફટાકારીને ટૉપ પર છે, અભિષેકે શર્માએ એશિયા કપ 2025માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે, જેમાં કુલ 19 છગ્ગા ફટકાર્યા છે. બાંગ્લાદેશનો ઓપનિંગ બેટ્સમેન સૈફ હસન આ યાદીમાં બીજા ક્રમે છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ-7 બેટ્સમેનની યાદીમાં બીજો કોઈ ભારતીય બેટ્સમેન નથી. ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા આ વખતે ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.   

એશિયા કપ 2025માં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ 7 બેટ્સમેનઅભિષેક શર્મા -19સૈફ હસન- 10અઝમતુલ્લાહ ઉમરઝઈ  - 8મોહમ્મદ નબી - 8સાહિબજાદા ફરહાન - 8શાહીન શાહ આફ્રિદી -  6દાસુન શનાકા - 6