શોધખોળ કરો

T20 World Cup 2026: આખરે ઝૂક્યું પાકિસ્તાન, ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે મેચ

India vs Pakistan Match News:  ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ની મેચ 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત સમય મુજબ રમાશે.

India vs Pakistan Match News:  ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ની મેચ 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત સમય મુજબ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને મેચ રમવા માટે ઔપચારિક મંજૂરી આપી, જેનાથી ઘણા દિવસોથી ચાલી રહેલી ગતિરોધનો અંત આવ્યો. PCB ચેરમેન મોહસીન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફને ICC, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને અન્ય સભ્ય દેશો સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ અંગે માહિતી આપી હતી. આ પછી સરકારે તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી પાકિસ્તાન ટીમને મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે તે તેની સરકારની સલાહ પર ભારત સામે મેચ નહીં રમે, જેના કારણે સમગ્ર ટુર્નામેન્ટ પર શંકા ઉભી થઈ હતી. જોકે, ICCના મક્કમ વલણ બાંગ્લાદેશની અપીલ અને સતત વાટાઘાટોને પગલે પાકિસ્તાને પીછેહઠ કરી હતી. પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માં ભારત સાથે રમવા માટે સંમત થયું છે. નિર્ધારિત સમય મુજબ, મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમવાની છે. લાહોરમાં થયેલી બેઠક બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે ICC સમક્ષ ઘણી માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી કેટલીક સ્વીકારવામાં આવી છે.

બાંગ્લાદેશને 2026 T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. લાહોરની બેઠકમાં એવી માંગ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવા બદલ વળતર આપવામાં આવે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ માટે સંમતિ આપી છે. વળતર તરીકે બાંગ્લાદેશને અંડર-19 વર્લ્ડ કપ અને મહિલા ક્રિકેટ વિશ્વ કપના યજમાન અધિકારો આપવામાં આવી શકે છે. બીજી બાજુ, પાકિસ્તાને ICC આવકમાં તેના હિસ્સામાં વધારો કરવાની માંગ કરી હતી. અહેવાલો અનુસાર, ICC આવકમાં તેનો વર્તમાન હિસ્સો 5.75 ટકા છે, જે લગભગ 34-35 મિલિયન ડોલરની સમકક્ષ છે. ICC એ એમ પણ કહ્યું છે કે તે આ માંગણી પર વિચાર કરશે.

ભારત-પાકિસ્તાન શ્રેણી નહીં થાય

ભારત અને પાકિસ્તાન 2012થી દ્વિપક્ષીય શ્રેણી રમ્યા નથી. પાકિસ્તાને દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી હતી પરંતુ ICC એ આ માંગણીને નકારી કાઢી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જણાવ્યું છે કે બે દેશો વચ્ચે શ્રેણીનું આયોજન તેના અધિકારક્ષેત્રમાં નથી. 2026ના T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકાના તટસ્થ સ્થળે હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાશે. 2025ના ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બંને બોર્ડ હાઇબ્રિડ મોડેલ પર સંમત થયા હતા. ત્યારથી ભારત-પાકિસ્તાન મેચ તટસ્થ સ્થળોએ રમાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

64 રન આપનાર વરુણ ચક્રવર્તી ફાઇનલ રમશે કે બહાર થશે? સુકાની સૂર્યકુમારનો મોટો ખુલાસો
64 રન આપનાર વરુણ ચક્રવર્તી ફાઇનલ રમશે કે બહાર થશે? સુકાની સૂર્યકુમારનો મોટો ખુલાસો
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં ગ્લોબલ સ્ટાર મચાવશે ધમાલ, ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પણ આપશે પર્ફોમન્સ
T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં ગ્લોબલ સ્ટાર મચાવશે ધમાલ, ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પણ આપશે પર્ફોમન્સ
IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
Embed widget