India vs South Africa: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

India vs South Africa 1st ODI: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ તેની પ્રથમ વનડે મેચ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નવેસરથી શરૂઆત કરશે

Continues below advertisement

India vs South Africa 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ આજે (17 ડિસેમ્બર) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જ્હોનિસબર્ગના વાન્ડેરર્સમાં રમાવાની છે. આ મેચમાં કેએલ રાહુલ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે એડન માર્કરમ દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

Continues below advertisement

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ તેની પ્રથમ વનડે મેચ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નવેસરથી શરૂઆત કરશે. એ અલગ વાત છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર આ વનડે સિરીઝમાં ભાગ લઈ રહ્યા નથી. તેમ છતાં વર્ષ 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને ભારત પાસે તેના નવા ખેલાડીઓને તક આપવાની શાનદાર તક હશે.

સૌથી મોટી પરીક્ષા કેએલ રાહુલની કેપ્ટનશિપની હશે. તે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, પરંતુ જો તેને આ શ્રેણીમાં સફળતા મળે છે તો ભવિષ્યમાં તેને વનડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. પ્રથમ વનડેમાં ચાહકોની નજર કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐય્યર તેમજ સંજુ સેમસન પર હશે.

કેએલ રાહુલની હાજરીમાં સંજુ સેમસનને ટીમમાં રિઝર્વ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે. સંજુને આ વર્ષે ઘણી તક મળી નથી, પરંતુ ઓપનર તરીકે સંજુને આ મેચમાં તક મળવાની આશા છે. ટીમ મેનેજમેન્ટ રિંકુ સિંહને 50 ઓવરના ફોર્મેટમાં પણ તક આપવા માંગે છે, તેથી આ ડાબા હાથના બેટ્સમેનને આજે વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. રજત પાટીદાર, સાંઈ સુદર્શન અને તિલક વર્માને પણ વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે યુવા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે સારું પ્રદર્શન કરશે, જે કગિસો રબાડા અને એનરિક નોર્કિયાની ગેરહાજરીને કારણે નબળી દેખાઈ રહી છે. ભારત ત્રણ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ વિના આ વનડે શ્રેણીમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલિંગ યુનિટમાં અવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ પર મોટી જવાબદારી રહેશે.

શું ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે?

ત્રીજી ટી20 મેચ દરમિયાન જહોનિસબર્ગની પીચ સ્પિનરોને ઘણી મદદ કરી રહી હતી. તો ભારત પ્રથમ વનડેમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં ત્રણ સ્પિનરો સાથે રમશે. ભારતીય ટીમ વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે જે ટોપ ઓર્ડરમાં બેટ્સમેનની ભૂમિકા પણ નિભાવી શકે છે. જો ચહલને તક મળશે તો તે પસંદગીકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે.

 

ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ-11

ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શ્રેયસ ઐય્યર, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકાના સંભવિત પ્લેઈંગ-11:

રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્ગર, લિઝાદ વિલિયમ્સ .

Continues below advertisement
Sponsored Links by Taboola