IND vs SA Super-8 Highlights: T20 વર્લ્ડ કપ 2026માં ભારતની પ્રથમ હાર, સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ-ફ્રેન્ડલી છે, અને બંને ટીમો પાવર હિટરથી ભરેલી છે. તેથી હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા છે.
LIVE

Background
2026 T20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કાની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા સામે છે. આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની અપેક્ષા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ-ફ્રેન્ડલી છે, અને બંને ટીમો પાવર હિટરથી ભરેલી છે. તેથી હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા છે. સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા બંને લીગ તબક્કામાં અપરાજિત રહ્યા. ટીમ ઈન્ડિયા ગ્રુપ A માં ટોચ પર રહી, જ્યારે દક્ષિણ આફ્રિકા ગ્રુપ D માં પ્રથમ સ્થાન મેળવ્યું. આ બંને ટીમો 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ એકબીજા સામે આવી હતી, જ્યાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. જોકે, સુપર 8 પડકાર હવે સામે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ-ફ્રેન્ડલી છે. વર્તમાન વર્લ્ડ કપમાં અહીં રમાયેલી ત્રણ મેચોમાં, છ ઇનિંગ્સમાં ફક્ત એક જ વાર કોઈ ટીમે 170 થી ઓછા રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચ, જે સુપર ઓવરમાં ગઈ તે આ જ મેદાન પર રમાઈ હતી. સ્વાભાવિક છે કે, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મેચમાં પણ ચોગ્ગા અને છગ્ગાનો આ જ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે.
લાઈવ સ્ટ્રીમિંગ
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા સુપર 8 મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારણ કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર ઉપલબ્ધ થશે.
IND vs SA Super-8 Full Highlights: સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું
2026 T20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો પરાજય થયો. લીગ સ્ટેજમાં અજેય રહેલી ટીમ ઈન્ડિયા પ્રથમ સુપર 8 મેચમાં 76 રનથી હારી ગઈ. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટે 187 રન બનાવ્યા. જવાબમાં ભારત 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રનની દ્રષ્ટિએ આ ભારતનો બીજો સૌથી મોટો પરાજય છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર (63 રન), ડેવાલ્ડ બ્રેવિસ (45 રન), અને ટ્રેસ્ટન સ્ટબ્સ (અણનમ 44) એ શાનદાર પ્રદર્શન કર્યું. માર્કો જેનસેન (4 વિકેટ) અને કેશવ મહારાજ (3 વિકેટ) એ બોલિંગ દ્વારા તબાહી મચાવી હતી.
IND vs SA Super-8 Live Score: ભારતે 88 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી
કેશવ મહારાજે 15મી ઓવરમાં બે રન આપીને 3 વિકેટ લીધી. પહેલા હાર્દિક પંડ્યા 17 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ રિંકુ સિંહ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પાછો ફર્યો. અર્શદીપ સિંહ છેલ્લા બોલ પર એક રન બનાવીને આઉટ થયો.




















